Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

માપણી રદ્દ કરવાની ખેડૂતોની માંગ પણ સરકાર ચૂપ કેમ? ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ

નુકશાનથી ભાવી પેઢીને બચાવવા ખેડૂતોએ આંદોલનમાં જોડાવવું પડશે : વિંછીયામાં મીટીંગ

રાજકોટ : વિંછિયા મુકામે યોજાયેલ ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિની મીટિંગમા સહ કન્વિનર ડાયાભાઈ ગજેરાએ ઉપસ્થિત ખેડૂતોને જણાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે આપેલા ત્રણ કાયદાના ફાયદાઓ શુ છે તે અંગે સરકાર કે તેના -ધાનો સ્પસ્ટ કરતા નથી સરકારના કાયદાઓ અંગે ખેડૂત સંગઠનો એ કોઇ માંગ કરેલ નથી છતા સરકાર કાયદાઓ લાવીને ખેડૂતોની ઉપર થોપવા માંગે છે દિલ્હીમા ચાલતા ખેડૂત આંદોલનનિ માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા આવશ્યક ચિજ વસ્તુ સંશોધન કાયદા, એ.પિ.એમ.સી. કાયદામા અને કૉન્ટ્રાકટ ર્ફામિંગથી કંપનીઓને ખેત જણસીઓ ખરીદવા અને સંગ્રહ કરવા કેન્દ્ર સરકાર છૂટ આપે છે તેથી સંગ્રહખોરી, જમાખોરીનો ભોગ ખેડૂતો અને ખાનાર વર્ગ બનશે.

ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન અને ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ખેડૂતો ને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સામે ખેડૂતોની માંગણીઓ કરતા આવ્યા છે તે અંગે કોઇ માંગ સરકાર મંજૂર કરતી નથી ગુજરાતના ખેડૂતોને પાક વિમા યોજનામા અન્યાય થયો છે, તે ખેડૂતોને મળવા પાત્ર પાક વિમો કંપનીઓ ચૂકવતી નથી ત્યારે સરકારે ખેડૂતોને ન્યાય અપાવવો જોઇએ, રાજ્યમા જમીન માપણીમા ગોટાળાઓ થયા છે, ખેડૂતોને માપણીમા અન્યય થયો છે આ માપણી રદ કરવાની માંગ ખેડૂતો કરે છે છતા સરકાર ચુપ છે કેંદ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓ અંગે જાગૃતિ કરી ગુજરાતના ખેડૂતોને લડતમા જોળાવા અને ચલો દિલ્હી આંદોલનમા સામેલ થવા હાંકલ કરતા જણાવ્યું કે આ કાયદાઓથી ભવિષ્યમા થનારા નુકશાનથી ભાવિ પેઢીને બચાવવા ખેડૂતોએ આંદોલનમા જોડાવવુ પડશે.મીટિંગમા નવયુવાન ખેડૂતો હાજર રહ્યા અને ભારતીય કિશાન સંઘના વિંછિયા તાલુકાના નવયુવાન ખેડૂતો મુકેશભાઈ રાજપરાની આગેવાની માં ભારતીય કિશાન સંઘને અલવિદા કરતા જણાવેલ કે ભારતીય કિસાન સંઘ ભાજપની શાખા છે અને ત્રણેય કાળા કૃષિકાયદાના વિરોધમા કિસાન સંઘ ચુપચાપ બેઠા હોવાનું જણાવેલ.  ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના ડાયાભાઈ ગજેરા, ઈન્દ્રનિલ રાજગુરુ, પાલભાઇ આંબલિયા, વશરામભાઈ સાગઠીયા, હિતેશભાઈ વોરા,  ભોળાભાઈ ગોહિલ, વિનુભાઈ ધડુક, અવસરભાઈ નાકિયા, હેમંત વિરડા, સહિતના નેતાઓ કૃષિ કાયદા વિરુધ્ધ ગામો ગામ ખેડૂતના હિતમા જઈ રહ્યા છે.

(4:14 pm IST)