Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સામાકાંઠે બુલડોઝર ધણધણ્યું: સેલર, ૧૦ દુકાનો, ૧પ ઝુપડાઓનો કચ્ચરઘાણ

વોર્ડ નં.૪માં મોરબી રોડ ઉપર ૧પ ઝૂંપડા દુર કરાયાઃ તથા ભગવતીપરામાં મંદિરનું સ્થળાંતરઃ ર.૭પ કરોડની જમીન ખુલ્લી કરાઇ :પેડક રોડ પર પ્લાન મુકયા વગર સેલર બનાવાયેલઃ સંતકબીર રોડ પર માર્જીન-પાર્કિંગ છોડયા વગર બનાવાયેલ ૧૦ દુકાનોનો કડસુલો બોલાવાયો : ૩ બુલડોઝર-પોલીસ બંદોબસ્ત સાથે ઇસ્ટઝોન ટી.પી. શાખા ત્રાટકી

ગેરકાયદે બાંધકામોનો કડુસલોઃ શહેરના સામાંકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર સલેરનું  બાધકામ તથા સંતકબીર રોડ પર ૧૦ દુકાન, મોરબી રોડ પર ઝૂપડાઓના ંગેરકાયદે બાંધકામ ઉપર ટી.પી.શાખાએ બુલડોઝર ફેરવી દીધું હતું તે વખતની તસ્વીરઃ (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧ર : શહેરના સામાંકાંઠા વિસ્તારમાં આજે સવારે મ્યુ.કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે ૧૦ દુકાનો અને૧ સેલર પાર્કિંગ સહીતના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દવાયું હતું.

શહેરના પેડક રોડ ઉપર પ૦ થી ૬૦ વારના કોમર્શીયલ બાંધકામમાં સેલર પાર્કિંગનો પ્લાન મુકયા વગર ગેરકાયદે બાંધકામ થતું હતું આ બાબતે બાંધકામ કરનારને નોટીસો આપવા છતા પ્લાન મંજુર નહી કરાવતા આજે આ સેલરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું.

આ ઉપરાંત આજ વિસ્તારમાં આવેલ સામાંકાંઠાનો ગૌરવપથ ગણાતા સંતકબીર રોડ ઉપર ૧૦ દુકાનોનું બાંધકામ નિયમ મુજબ માર્જીન પાર્કિંગની જગ્યા છોડયા વગર થઇ ગયેલ હતું. તેના ઉપર પણ બુલડોઝર ફેરવી આ તમામ દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયેલ.

આ બન્ને ડિમોલીશન થઇ ગયા બાદ ટાઉન પ્લાનીંગનો કાફલો મોરબી રોડ ઉપર કોર્પોરેશન માલિકીના અનામત પ્લોટમાં થયેલ મંદિરના સ્થળાંતર માટે ડિમોલીશન હાથ ધર્યું હતું.

આ અંગે કોર્પોરેશનની ટાઉનશીપના અધિકારી એમ.ડી. સાગઠીયાના જણાવ્યા પ્રમાણે કમિશ્નર બંછાનિધિ પાનીની સુચના અનુસાર માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૪,પ તથા ૬માં જુદી-જુદી જગ્યાએ થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ જેમાંં વોર્ડ નં. પ માં પેડક રોડે પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષ પાસે આસામી લવજીભાઇ ખોડાભાઇ લાઠીયાનું ગેરકાયદેસર સેલરનું બાંધકામ વોર્ડ નં.૬માં સંતકબીર રોડ પાસે આસામી કમલેશભાઇ દોમડીયા તથા મહેશભાઇ ડોબરીયાનું ૭ દુકાનનું ગેરકાયદેસર બાંધકામ, વોર્ડ નં.૬માં સંતકબીર રોડ પાસે આસામી કાળુભાઇ તથા મેહુલભાઇ દેસાઇનું ૩ દુકાનનું ગેરકાયદેસર બાંધકામ વોર્ડ નં.૬માં સંતકબીર રોડ પાસે આસામી બ્રિજેશભાઇ રમેશભાઇ મેરનું ૧ દુકાનનું ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાંં આવ્યુ હતું. વોર્ડનં.પમા ટી.પી.સ્કીમ નં. ૮ ટી.પી.સ્કીમ નં. ૮ (રાજકોટ)ના અનામત હેતુ પ્લોટ અંતિમ ખંડ નં.૧૮પમાં અંદાજીત ૧પ ઝુપડાઓનું દબાણ દુર કરી અંદાજીત ૪૭પ ચો.મી.જમીન ખુલ્લી કરાવેલ જેની અંદાજિત રૂ.ર.૬૧ કિંમતની જમીન ખુલ્લી કરાવી હતી.

વોર્ડ નં. ૪ માં ભગવતીપરા પસો ટી.પી.સ્કીમ ૩૧ (ડ્રાફટ) ના અંતિમખંડ નં.૩૧/બી રેસી. સેલના અનામત હેતુના પ્લોટ એક મંદિરનું દબાણ દુર કરી અંદાજીત ૩૭.૮૦ ચો.મી.જમીન ખુલ્લી કરાવેલ જેની અંદાજિત કીમત રૂ. ૧૪.૧૭ લાખ છે.

આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસિ.ટાઉન પ્લાનર વી.સી.મુંધવા, જી.ડી.જોશી, આર.ડી.પ્રજાપતિ, પી.ડી. અઢીયા, કે.કે.મહેતા, એસ.એસ.ગુપ્તા, બી.પી. વાઘેલા, આર.એન.મકવાણા, એ.જે.પરસાણા તથા અન્ય ટી.પી.સ્ટાફ હાજર રહેલ આ ઉપરાંત સ્થળ ઉપ રોશની શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસઝ તથા જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ આ ડિમોલીશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.

ડિમોલીશનમાં ૩ બુલડોઝર, ર, બ્રેકર, ડમ્પરો સહીતનો કાફલો જોડાયો હતો.

જયારે ડી.વાય.એસ.પી. ઝાલાના માર્ગશન હેઠળ પ૦ થી વધુ એસ.આર.પી. જવાનોએ સુસ્ત બંદોબત જાળવ્યો હતો.

આ ડિમોલીશનને જોવા માટે લોકોના ટોળા ઉમટયા હતા.

(4:19 pm IST)