Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

શહેર ભાજપ દ્વારા વિવેકાનંદજીને વંદના

રાજકોટ : રામકૃષ્ણ મિશનના સ્થાપક અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામિ વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિતે આજે શહેર યુવા ભાજપ દ્વારા તેઓને પ્રતિમાનું પુજન અર્ચન કરી ફુલહાર કરાયા હતા. યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ કોટેચા ચોક ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં યુવા મોરચાના અમિત બોરીચા, હિતેશ મારૂ, સતીષ ગમારા, સર્વેશ્વર ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ, પૂર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, હિરેન રાવલ, મીત મહેતા, રવી ડાંગર, હાર્દીક મોઢવાડીયા, સુનીલ માકાસણા,વગેરે સાથે જોડાયા હતા.

(4:11 pm IST)