Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આજી જીઆઇડીસીમાં પરપ્રાંતીય યુવકની હત્યા-લુંટ સહિતના અડધો ડઝન ગુન્હાનો ભેદ ઉકેલાયોઃ બે રીઢા ગુન્હેગાર ઝબ્બે

સાઅપરાધ મનુષ્ય વધના ગુન્હામાં જેલમાં રહેલા મહેશ ઉર્ફે મયલા દેવીપુજકે પેરોલ જમ્પ કરી સાગ્રીત રાકેશ જેરામ દેવીપુજક સાથે છરી બતાવી મોબાઇલ-રોકડની લૂંટો શરૂ કરી હતીઃ પ્રતિકાર થાય તો છરી ઝીંકી દેતાઃ પાંચ માસ પહેલા આવી રીતે જ પરપ્રાંતીયની હત્યા કરી'તીઃ ક્રાઇમ બ્રાન્ચને સફળતા

રાજકોટઃ શહેરમાં આઠથી વધુ લુંટ-ચોરી અને એક હત્યાની ઘટનાને અંજામ આપનાર રીઢા બે ગુન્હેગારોને આજ ક્રાઇમ બ્રાન્ચે દિવસોની જહેમત બાદ ઝડપી લીધા હતા. આ ગુન્હેગારોએ આચરેલા ગુન્હા અને તેમની મોડસ ઓપરેન્ડી  સહિતની વિગતો આપવા માટે એડીશ્નલ પોલસ કમિશ્નર શ્રી ડી.એસ.ભટ્ટ, ડીસીપી શ્રી બલરામ મીના,  ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ શ્રી જયદીપસિંહ સરવૈયા, પીઆઇ ગઢવી અને પીએસઆઇ કાનમીયાએ પત્રકાર પરીષદ સંબોધી ત્યારની ઇન્સેટ તસ્વીર. મુખ્ય તસ્વીરમાં રીઢા ગુન્હેગારોને ઝડપી લેવાની મહત્વની કામગીરી બજાવનાર પોલીસ ટુકડી અને બુરખા પહેરાવાયેલા બંન્ને ગુન્હેગારો નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ રાત્રીના અંધકારમાં એકલ-દોકલ વાહન ચાલકને કે રાહદારીને આંતરી છરી બતાવી મોબાઇલ ફોન અને રોકડની લુંટ ચલાવતા બે રીઢા ગુન્હેગારોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા પાંચ માસ પહેલા આજી જીઆઇડીસીમાં પરપ્રાંતીય યુવકની થયેલી હત્યા અને લુંટ સહીત ૮ જેટલા વણઉકેલ લુંટ-ચોરીના બનાવોનો ભેદ ખુલ્યો છે.

 ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ મહેશ ઉર્ફે મયલો જીતુભાઇ સોલંકી (ઉ.વ.ર૪) (રહે. કોઠારીયા સોલવન્ટ, મંછાનગર ઢોરો, મૂળ કુબલીયા પરા) નામના દેવીપુજકઅને તેના સાગ્રીત રાકેશ જેરામભાઇ સોલંકી (ઉે.વ.રર) (રહે. મંછાનગર ઢોરો, મૂળ મોટા રામપર-મોરબી)ને પુર્વ બાતમીના આધારે આજી ડેમ તરફ જતા રસ્તા ઉપર નારાયણ વેબ્રીજ પાસે, રેલ્વે ફાટક નજીકથી દબોચી લીધા હતા.

આજથી આશરે પાંચેક માસ પહેલા આજી જીઆઇડીસીમાં રંગીલા પાન પાસે પ્રેમકુમાર ચેતરામ ગૌતમ (ઉ.વ.૧૯) (રહે. મૂળ યુપી)ની છરી ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બની ત્યારથી જ પોલીસે નાની-મોટી લુંટો છરી બતાવી કરતા ગુન્હાહીત તત્વો ઉપર નજર દોડાવી હતી. એ ઘટના રાત્રે બની હોવાથી ધુંધળા સીસીટીવી ફુટેજ મળ્યા હતા. જેના પરથી ચહેરો નક્કી કરી શકાતો ન હતો. પરંતુ હાલચાલ અને ગુન્હો કરવાની મોડસ ઓપરેન્ડી સંદર્ભે બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મહેશ અને રાકેશ દેવીપુજક ઉપર શંકા ઉદભવી હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ખટાણા, પોલીસમેન કુલદીપસિંહ જાડેજા અને સંતોષભાઇ મોરીને આ બંન્ને શખ્સો વિશે બાતમી મળતા ઝડપી લેવામાં આવ્યા હતા.

પીઆઇ એચ.એમ.ગઢવી અને પીએસઆઇ આર.સી.કાનમીયાની વિશિષ્ટ ઢબની પુછપરછમાં આ બંન્નેએ પાંચ માસ પહેલા પ્રેમકુમાર ગૌતમને આંતરી છરી બતાવી લુંટ કરતી વખતે પ્રેમકુમારે ગાળો આપી જોરદાર પ્રતિકાર કરતા છરી ઝીંકી પતાવી દઇ ૩૭૩૦ની રોકડ રકમની લુંટ કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત રેસકોષ્ર્ ગ્રાઉન્ડમંથી જીજે-૩ ડીબી-૧૪૯ર નંબરના સ્પ્લેન્ડરની ચોરી, બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળની શિવધારા સોસાયટી, મોરબી રોડ ઉપરથી કલ્પેશ ભરતભાઇ પડીયાને છરી બતાવી ડાબા હાથે ઇજા કરી મોબાઇલ ફોન અને રોકડની આચરેલી લુંટ, રાજકોટ-ગોંડલ ચોકડી નાલા પાસેથી પંદરેક દિવસ પહેલા રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન એક વ્યકિતને છરી બતાવી મોબાઇલની ચલાવેલી લુંટ, વીસેક દિવસ પહેલા આ જગ્યાએ જ રાત્રીના સમયે જ અન્ય એક વ્યકિત પાસેથી મોબાઇલની લુંટ, શિવધારા સોસાયટી પાસે દોઢેક માસ પહેલા વીવો મોબાઇલની છરી બતાવી લુંટ, કુવાડવા રોડ, પોલીસ સ્ટેશનથી સાત હનુમાન પાસે રાત્રે ૮ થી ૧૦ દરમિયાન છરી બતાવી મોબાઇલની લંુટ, સાત-આઠ મહિના પહેલા રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી સ્પ્લેન્ડર નં. જીજે-૩-એફબી-૧૩૩૧ની ચોરી સહિતના ગુન્હાની કબુલાત આપી હતી. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી બે ચોરાઉ બાઇક, ૭ મોબાઇલ ફોન, ૪ સીમકાર્ડ અને બે મેમેરી કાર્ડ કબ્જે લીધા છે. ઝડપાયેલા મહેશ ઉર્ફ મયલા દેવીપુજકે ર૦૦૭ની સાલમાં સાઅપરાધ મનુષ્ય વધનો ગુન્હો થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આચર્યો હતો. જેમાં તે જેલમાં હતો. ૬-૧૧-ર૦૧૬ના તેને પેરોલ પર છોડવામાં આવ્યા પછી ફરાર થઇ ગયો હતો અને અગાઉ પડધરી કોલેજમાં ચોરીના ગુન્હામાં પકડાયેલા રાકેશ સાથે મળી ચોરી અને લુંટ ફરી શરૂ કર્યા હતા. રાત્રે દારૂ પીવાની ટેવ સંતોષવા માટે આ બંન્ને ગુન્હો આચરતા હોવાનું કબુલ્યું છે.આ કામગીરી પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ આર.સી.કાનમીયા, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, મયુર પટેલ, કૃપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા તથા પોલીસમેન કુલદીપસિંહ જાડેજા, સંતોષભાઇ મોરી, સંજયભાઇ રૂપાપરા અને રવિરાજસિંહે દિવસોની જહેમત ઉઠાવી કરી હતી.

(3:53 pm IST)
  • ભારતમાં ૮૦ ટકા લોકો મિડીયા ન્યુઝને અધિકૃત માને છેઃ અમેરીકામાં ૬૨ ટકા માને છે ભારતમાં વસતા પ્રજાજનો પૈકી ૮૦ ટકા લોકો મિડીયાના ન્યુઝને અધિકૃત માને છેઃ જયારે અમેરીકામાં આવા લોકોની સંખ્યા ૬૨ ટકા છેઃ ઉપરાંત ભારતના ૭૨ ટકા લોકો મિડીયાને તટસ્થ તથા નિરપક્ષ ગણતા હોવાનો સર્વે બહાર આવ્યો છે. access_time 3:48 pm IST

  • હઝ પર 9 ટકા જીએસટી દૂર કરવાની માંગ સાથે દાખલ કરાયેલ અરજીની પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજુ આપવાનો આદેશ આપ્યો છે access_time 9:32 am IST

  • બિહારમાં નિતીશના કાફલા ઉપર હુમલો : સંખ્યાબંધ સુરક્ષા જવાનો ઘવાયા : સમીક્ષા યાત્રા દરમિયાન પથ્થરો ફેંકાયા : નીતિશકુમાર હેમખેમ access_time 4:13 pm IST