Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

નવાગામ આવાસના કવાર્ટરમાં રેશ્માબેને ઝેરી દવા પી લીધી

બ્લડપ્રેશરની બીમારીથી કંટાળી પગલુ ભર્યું

રાજકોટ,તા. ૧૧ : શહેરના નવા ગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં બ્લોક નં. ૧૬ કવાર્ટર નં. ૨૯૪માં રહેતા રેશ્માબેન આરીફભાઇ સમા (ઉવ.૩૭) એ રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. રેશમાબેનને ત્રણ બાળકો છે. બ્લડ પ્રેશરની બીમારીથી કંટાળી પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ છે. આ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘંટેશ્વર ૨૫ વારીયામાં મહિલાએ ફિનાઇલ પી લીધુ

રાજકોટ : ઘંટેશ્વર પાસે આવેલા ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતી અફસાના રમીઝભાઇ જલંગા (ઉવ.૨૬)એ રાત્રે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવલિ હોસ્ટિલમાં ખસેડાઇ છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

વાવડીના કારખાના પાસે નિરંજને ઝેરી દવા પીધી

ગોંડલ ચોકડી પાસે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતા નીરંજન મૌલય (ઉવ.૨૮)એ વાવડીમાં આવેલા કારખાનામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. ભાવેશભાઇએ તપાસ હાથ ધરી છે. 

(4:03 pm IST)