Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

થોરીયાળીના તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ એટ્રોસીટીના કેસમાં આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા. ૧૧ : તલાટીકમ મંત્રીઓની જોહુકમીના ગામડાઓમાં અવારનવાર કિસ્સાઓ બનતા હોય  તેવો પડધરી તાલુકાના થોરીયાળી ગામે આરોપી ભરત શીંગાળા વેરો ચેક કરાવવા જતા  વેરાની રકમ વધુ હોવાથી કયા કારણોસર રકમ વધુ છે તેવુ પુછી ખરાઈ કરી આપવા  જણાવતા ખરાઈ કરી આપવાના બદલે એકાએક ઉશ્કેરાઈ જઈ ફરજમાં રૂકાવટ તથા  એટ્રોસીટી અને જાનથી મારી નાખવાની ધમકી અન્વયે તલાટીકમ મંત્રીએ નોંધાવેલ  ફરીયાદના કામે આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ રાજકોટની સેશન્સ  અદાલતે ફરમાવેલ છે.  

આ કેસની હકીકત જોઈએ તો પડધરી તાલુકાના થોરીયાળી ગામના રહીશ ભરત  હરજીભાઈ શીંગાળાએ પંચાયતનો વેરો ચેક કરાવવા તલાટીકમ મંત્રી પાસે જતા ઉચા  વેરાની આકારણી થતા તે વેરો શા માટે વધુ આવેલ તે ચકાસણી કરી આપવા આરોપીએ  તલાટીકમ મંત્રીને જણાવતા ચેક કરી ન આપી ઉશ્કેરાટમાં આવી જતા તેવા બનાવના કારણે  ફરીયાદી તલાટીકમ મંત્રીએ પોતાની ફરજમાં રૂકાવટ કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરોયાદો  પછાત જાતીના હોવાનુ જાણતા હોવા છતા બેફામ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની  ધમકી આપવા સબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ફરીયાદ આપેલ.   

  બંને પક્ષની રજૂઆતો, રેકર્ડ પરનું સાહીત્ય તેમજ સોગંદનામાની હકીકતો તથા મુળ  ફરીયાદીની મૌખીક રજુઆતો લક્ષે લેતા તેમજ સદર કાયદાની અગોતરા જામીન સબંધેની  જોગવાઈઓ લક્ષે લેતા એટ્રોસીટીનો પ્રથમ દર્શનીય બનાવ બનવા પામેલ છે કે કેમ વિગેરે  અનેક બાબતો લક્ષે લેવાની હોય છે જેમા કાયદાની જોગવાઈ તથા પર્સનલ લીબર્ટીનો સમાવેશ  થાય છે જમા પ્રથમ દર્શનીય એટ્રોસીટીનું તહોમત બનવા પામેલ છે કે કેમ જે લક્ષે લેતા તેને  એફ.આઈ.આર. સાથે મુલવણી કરતા વેરાની ખોટી આકારણી સબંધેની તકરારમાં બનેલ  બનાવની એફ.આઈ.આર.માં એટ્રોસીટી સબંધેના આક્ષેપો પ્રથમ દર્શનીય ફલીત થતા ન હોય  જેથી આગોતરા જામીન અરજી ચાલવા પાત્ર હોય તપાસ મોટા ભાગની પુરી થઈ ગયેલ  હોય કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા ન હોય વિગેરે હકીકતો લક્ષમાં લઈ આરોપીને  આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ..  

ઉપરોકત કામમાં આરોપી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ  ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન  વીરડીયા રોકાયેલ હતા.

(3:13 pm IST)