Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

મ.ન.પા. દ્વારા સ્વચ્છતા રેન્કીંગના વિજેતાઓનું સન્માન

નેત્રદિપ હોસ્પિટલ, ફોર્ચ્યુન પાર્ક હોટલ, રાજકુમાર કોલેજ, શિલ્પન ઓનેક્ષ સોસાયટી વગેરે પ્રથમ સ્થાને વિજેતા : સર્ટીફીકેટ અપાયા

રાજકોટ તા. ૧૧ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧ને ધ્યાને લઈને ભાગ સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ હોટલ, સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ રેસીડન્સ વેલફેર એસોસિએશન/મોહલ્લા, સ્વચ્છ માર્કેટ એસોસિએશન, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સરકારી કચેરી જુદી જુદી કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન ઓકટોબર-૨૦૨૦ થી નવેમ્બર - ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલ હતું. સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ચિત્ર, શેરી નાટક, ભીત ચિત્ર(મ્યુરલ્સ), જિંગલ તથા શોર્ટ મૂવી અલગ અલગ કેટેગરી વાઈઝ નવેમ્બર -૨૦૨૦માં આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને વિજેતાઓને સર્ટીફીકેટ આપી સન્માન કરવાનો કાર્યક્રમ આજે તા. ૧૧ ના રોજ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાં મેયરશ્રી બિનાબેન આચાર્ય, શાસકપક્ષ નેતાશ્રી દલસુખભાઈ જાગાણી, દંડકશ્રી અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ ભોરણીયા, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહ, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશ પરમાર, નાયબ પર્યાવરણશ્રી વલ્લભ જીંજાળા અને શ્રી દિગ્વિજયસિંહ તુવર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રીના હસ્તે વિજેતાઓને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યા હતા.

સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા ભાગ લેનારને કેટેગરી વાઈઝ સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર જેવા કે ઈન્ફ્રાસ્ટ્રકચર, સર્વિસ મેઈન્ટેનન્સ અને લોકોના ફીડબેકના આધારે તથા સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં સ્વચ્છતાની થીમ ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપવામાં આવેલ છે. ઉપરાંત

સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧ના પેરામીટર સિટીઝન એન્ગેજમેન્ટ અન્વયે સ્ટાર્ટ અપ કંપની, એન્ટરપ્રીનર, વોલન્ટરી ઓર્ગેનાઈઝેશન, રીલીજીયસ ઇન્સ્ટીટયુટને વિવિધ સંસ્થાને સન્માનિત કરવામાં આવે હતી જેની વિગતો આ મુજબ છે.

કેટેગરીનું નામ

સ્વચ્છતા રેકિંગ સ્પર્ધાના વિજેતાના નામ

સ્વચ્છ હોસ્પિટલ

પ્રથમ સ્થાન

નેત્રદીપ હોસ્પિટલ

દ્વિતીય સ્થાન

રાજકોટ કેન્સર હોસ્પિટલ

તૃતીય સ્થાન

એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ

તૃતીય સ્થાન

આરંભ ઈ એન ટી હોસ્પિટલ

સ્વચ્છ હોટલ

પ્રથમ સ્થાન

ફોર્ચુન પાર્ક જે.પી એસ ગ્રાન્ડ

દ્વિતીય સ્થાન

ફર્ન રેસીડન્સી

તૃતીય સ્થાન

ધ ઈમ્પીરીયલ પેલેસ

તૃતીય સ્થાન

પેટ્રીયા સ્યુઈટ

સ્વચ્છ સ્કુલ

પ્રથમ સ્થાન

આર.કે.સી (રાજકુમાર કોલેજ )

દ્વિતીય સ્થાન

એસ એન કે સ્કુલ

તૃતીય સ્થાન

સરદાર પટેલ વિદ્યા મંદિર

તૃતીય સ્થાન

કડવીબાઈ વિરાણી વિદ્યાલય

રેસીડન્સ વેલફેર

એસોસીસન /મોહલા

પ્રથમ સ્થાન

શિલ્પન ઓનેક્ષ

દ્વિતીય સ્થાન

લીલી એન્ડ તુલીપ

તૃતીય સ્થાન

ગુલમહોર રેસીડન્સી

સ્વચ્છ માર્કેટ એસોસીસન

પ્રથમ સ્થાન

કોપર આર્કેડ

દ્વિતીય સ્થાન

નક્ષત્ર – ૭

તૃતીય સ્થાન

સ્વર્ણ ભૂમિ કોમ્લેક્ષ

સ્વચ્છ ગવર્મેન્ટ ઓફીસ

પ્રથમ સ્થાન

નવી કલેકટર ઓફીસ

દ્વિતીય સ્થાન

પી.જી.વી.સેલ કોર્પોરેટ ઓફીસ

તૃતીય સ્થાન

હેડ પોસ્ટ ઓફીસ ,રાજકોટ

 

કેટેગરીનું નામ

સ્વચ્છ રાજકોટ સ્પર્ધાના વિજેતાના નામ

ચિત્ર સ્પર્ધા

પ્રથમ સ્થાન

દ્રષ્ટિ જોશી

દ્વિતીય સ્થાન

ત્રિશા સંઘવી

તૃતીય સ્થાન

કરણ મકવાણા

શોર્ટ મુવી સ્પર્ધા

પ્રથમ સ્થાન

કુલદીપ રાજપૂત

દ્વિતીય સ્થાન

જીયાંશી અશ્વિન વાઘેલા

તૃતીય સ્થાન

મોહિતભાઈ મિરાંત

મ્યુરલ્સ સ્પર્ધા

પ્રથમ સ્થાન

રમેશભાઈ મુંધવા

દ્વિતીય સ્થાન

નટુભાઈ યાદવ

તૃતીય સ્થાન

પીન્ટુભાઈ રાઠોડ

શેરી નાટક સ્પર્ધા

પ્રથમ સ્થાન

બંસીબેન ધીંગાણી

દ્વિતીય સ્થાન

અભયભાઈ ચાવડા

તૃતીય સ્થાન

અક્ષયભાઈ પાડલીયા

જિંગલ સ્પર્ધા

પ્રથમ સ્થાન

આર.જે શીતલ

દ્વિતીય સ્થાન

પાર્થ લાઠીયા

તૃતીય સ્થાન

ધ્યેય પાઠક

 

 

સિટીઝન એન્ગેજમેન્ટ

કેટેગરીનું નામ

વિજેતાના નામ

સ્ટાર્ટ અપ કંપની

જયોતિ સી.એન.સી ઓટોમેશન લી.

એન્ટરપ્રીનર

તીર્થ એગ્રો ટેકનોલોજી લી.

વોલન્ટરી ઓર્ગેનાઈઝેશન

શ્રી ગુર્જર સુથાર વાડી સંસ્થા

રીલીજીયસ ઇન્સ્ટીટયુટ

શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન

(4:04 pm IST)