Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

કરણપરાની સાંકળી શેરીઓમાં સીસી કામનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૭ માં વોર્ડ કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ તથા હીરલબેન મહેતાના સહીયારા પ્રયાસોથી થઇ રહેલ વિકાસ કામોના ભાગરૂપે કરણપરાની સાંકળી શેરીઓમાં જનભાગીદારીથી સીસી કામનો પ્રારંભ કરાયો છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે થયેલ ખાતમુહુર્ત પ્રસંગે નાગરિક બેંકના કલ્પકભાઇ મણીયાર, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ તેમજ વોર્ડ કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, સુરેન્દ્રસિંહ વાળા, રમેશ દોમડીયા, અનીલ લીંબડ, હેમભાઇ ચૌહાણ, રમેશભાઇ દોશી, મહીપતસિંહ ચુડાસમા, હર્ષદભાઇ કોટક, અનીલભાઇ ગોંડલીયા, દીપકભાઇ ભટ્ટ, નીરવ મહેતા, જીગર બુંદેલા, જતીન નથવાણી, રાજુ મુંધવા, રણજીત ચાવડીયા, આશીષ મહેતા, કમલેશભાઇ હીન્ડોચા, જે. પી. ધામેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:00 pm IST)