Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

નવાગામ રંગીલાનો હરેશ દારૂની ૯૬ બોટલ સાથે પકડાયોઃ સપ્લાયરનું નામ પણ હરેશ

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ દારૂનો જથ્થો સહિત ૪૬ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૧૧: નવાગામ રંગીલા સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે મકાનમાં દરોડો પાડી દારૂની ૯૬ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નવાગામ રંગીલા સોસાયટી શેરી નં. ૧ માં મકાનમાં દારૂનો જથ્થો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. જે. વી. ગોહીલ, કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહીલને બાતમી મળતા પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. યુ. બી. જોગરાણા, એ.એસ.આઇ. બી. આર. ગઢવી, સી.એમ. ચાવડા, હેડ કોન્સ. સંતોષભાઇ, જયંતીભાઇ, અભિજીતસિંહ, અશોકભાઇ, ઇન્દ્રજીતસિંહ અને કરણાભાઇ સીહતે રંગીલા સોસાયટી પંચવટી શેરી નં. ૧ માં મકાનમાં દરોડો પાડી રૂ. ૪૧,ર૮૦ની કિંમતની દારૂની ૯૬ બોટલ સાથે હરેશ રામજીભાઇ રાઠોડ (ઉ.વ. ૩૮) ને પકડી લઇ સપ્લાયર હરેશ વિહાભાઇ પરાપળીયા (રહે. નવાગામ છપ્પનીયા શકિત સોસાયટી) ની શોધખોળ હાથ ધરી છે. હરેશ રાઠોડ અગાઉ ક્રાઇમ બ્રાંચ, બી ડીવીઝન અને કુવાડવા પોલીસ મથકમાં દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:35 pm IST)