Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

પ૯.૬ર કરોડની જમીન ખુલ્લી

યુનિ. રોડ-રૈયાધાર વિસ્તારમાં ૩૩ કાચા-પાકા મકાન, ઝૂંપડાનો બુકડો

વોર્ડ નં. ૧૦ માં કિડની હોસ્પિટલ પાછળ વાણીજય તથા આવાસ યોજના હેતુના પ્લોટમાંથી ર૦ ઝૂંપડા તથા રૈયાધાર વિસ્તારમાં ર૪ મી.નો ડી. પી. રોડ પર ખડકાયેલ ૧૩ કાચા-પાકા મકાનનાં દબાણો દૂર કરી કુલ ૭૪પ૩ ચો. મી. જમીન ખુલ્લી કરાઇઃ ટી. પી. શાખા દ્વારા કામગીરી

રાજકોટ તા. ૧૧ :.. મ્યુ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરનાં યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળનાં વિસ્તારમાં અને રૈયાધાર વિસ્તારમાં તંત્રનાં પ્લોટ અને ડી. પી. રસ્તા પર ખડકાયેલ ૩૩ કાચા-પાકા મકાન, ઝૂંપડાઓનાં દબાણો દુર કરી કુલ ૭૪પ૩ ચો. મી. કરી રૂ. પ૯.૬ર કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ અંગ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ઉદિત અગ્રવાલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા અગાઉ વેસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧૦ માં ત્રણ અનામત  પ્લોટમાં અગાઉ દબાણ દુર કરવામાં  આવેલ, જેમાં ફરીથી દબાણ શરૂ થતા તે આજરોજ તા. ૧૧ દુર કરવામાં આવેલ છે. જેમાં ૭૪પ૩.૦૦ ચો. મી.ની અંદાજીત પ૯.૬ર કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે. તેમજ વોર્ડ નં. ૧ ના ર૪.૦૦ મી. ના ડી. પી. રોડમાં થયેલ ગેરકાયદેસર દબાણ, બાંધકામ દુર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ.

જેમાં ટી. પી. સ્કીમ નં. ૧૬ રૈયા, એફ. પી. નં. ૮૬-એ, વાણીજય વેચાણ હેતુ તથા ર૦ મી ટી. પી. રોડ, કીડની હોસ્પીટલ પાછળ, તોરલ પાર્ક રોડ પર ૧પ ઝૂંપડા, ટી. પી. સ્કીમ નં. ૧૬ રૈયા એફ. પી. નં. ૩૧-એ એસ.ઇ.ડબલ્યુ. એસ. એચ. હેતુ કીડની હોસ્પીટલ પાછળ, તોરલ પાર્ક રોડ, મી. મી. ર ઝૂંપડા, ટી. પી. સ્કીમ નં. પ નાના મવા, એફ. પી. નં. ર૧૧, ખુલ્લી જમીન હેતુ, કીડની હોસ્પીટલ પાછળ, તોરલ પાર્ક રોડ, પરથી ૩ મકાન, ઝૂંપડા તથ વોર્ડ નં. ૧ માં  ર૪.૦૦ મી. ડી. પી. રોડ, રૈયાધાર શાંતિનગરના ગેઇટથી આગળ ૧૩-કાચા-પાકા મકાનોનાં દબાણો દુર કરવામાં આવ્યા હતાં.

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી આસી. ટાઉન પ્લાનર આર. એમ. મકવાણા, અજય એમ. વેગડ, એ. જે. પરસાણા તથા સેન્ટ્રલ ઝોનના અધિકારીશ્રી એ. આર. લાલચેતા તથા જી. ડી. જોષી, આસી. એન્જીનીયર એડી. આસી. એન્જીનીયર સર્વેયર, વર્ક આસીસ્ટન્ડ હાજર રહેલ, આ ઉપરાંત એસ. ડબલ્યુ. એમ. શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:07 pm IST)