Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

વોર્ડ નં.૨ના શ્રેયસ સ્વસ્તિક તથા સુભાષનગર વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ, વોર્ડ નં.૨માં આવેલ શ્રેયસ સોસાયટી, સ્વસ્તિક સોસાયટી, શુભાષનગર શેરી નં.૨માં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, ગુલાબસિંહ જાડેજા, કમલભાઈ ભટ્ટ, ડો. પ્રીતેશ પોપટ, છેલભાઈ રાવલ, નિશ્ચલભાઈ જોષી, જયંતીભાઈ બુધેલીયા, પંકજભાઈ જોષી, મીઠુંનભાઈ, ધર્મેન્દ્રભાઈ મીરાણી, કૌશિકભાઈ અઢીયા, બિપીનભાઈ અઢીયા, જયરાજસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, ધૈર્યભાઈ પારેખ, જયભાઈ દવે, મહેન્દ્રભાઈ પુજારા, હરિપ્રસાદ ઠક્કર, હર્ષિદાબેન કનોજીયા, દીપાબેન કાચા, અમીબેન પારેખ, સીમાબેન અગ્રવાલ, દેવયાનીબેન રાવલ, રમાબેન હેરભા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:57 pm IST)