Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

થોરાળાનો મોહસીન જંગલેશ્વરમાં દારૂની બોટલો સાથે પકડાયો

ભકિતનગર પોલીસે ટ્રાવેલીંગ બેગ સાથે દબોચ્યો

રાજકોટ તા.૧૧: નવા થોરાળા શેરી નં. ૧૦ શાળા નં. ૨૯ પાસે રહેતાં મોહસીન રજાકભાઇ ચુડાસમા (ઉ.વ.૨૮)ને ભકિતનગર પોલીસે જંગલેશ્વર ખ્વાજા ચોક ઘાંચી જમાતના વોંકળા પાસેથી રૂ. ૩૦૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લીધો છે.

પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, સલિમભાઇ મકરાણી, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, મનિષભાઇ શિરોડીયા, હિતેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રણજીતસિંહ અને વાલજીભાઇને બાતમી મળી હતી કે કે શખ્સ જંગલેશ્વર વોંકળા પાસે ટ્રાવેલીંગ બેગ સાથે ઉભો છે તેમાં દારૂની બોટલો છે. પોલીસ પહોંચતા તેણે ભાગવા માટે દોટ મુકી હતી. પણ પીછો કરી પકડી લેવાયો હતો. અગાઉ પણ એક વખત દારૂમાં આ શખ્સ પકડાયો હતો. વધુ પુછતાછ થઇ રહી છે.

(2:56 pm IST)