Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

જસદણની બે પેઢી અને તેના સપ્લાયર-વિક્રેતાને ખાદ્યતેલની ગુણવતા નહિ ધરાવતા સવા લાખનો દંડ

રાજકોટના ફુડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડયા'તા. એડી. કલેકટરના હુકમો

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટના ફુડ એન્ડ ડ્રગ વિભાગે તાજેતરમાં જસદણની બે પેઢી અને તેના સપ્લાયર-વિક્રેતાને ત્યાં કોર્ન ઓઇલ અને કોટન સીડ ઓઇલ એટલે કે ખાદ્યતેલના નમૂના સંદર્ભે દરોડા પાડયા હતાં.

આ નમુનાની તપાસણીમાં ઉપરોકત પેઢીઓએ સબ સ્ટાન્ડર્ડ એટલે કે ગુણવતા નહિ જાળવતા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા સમક્ષ કેસોની સુનાવણી થઇ હતી, તે અંગેના કેસો ચાલી જતા શ્રી પંડયાએ કુલ ૬ પેઢીને સવા લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ પેઢીઓમાં બાપા સીતારામ કોર્ન ઓઇલના વિક્રેતા પેઢી શાહ હિંમતલાલને રપ હજાર, સપ્લાયર પેઢી, મહેશ્વર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ૩પ હજાર તથા ઉત્પાદક મહેશ્વર ઓઇલ મીલને પ હજારનો દંડ ફટકાર્યો હતો.આ ઉપરાંત બાપા સીતારામ કોટન સીડ ઓઇલમાં  વિક્રેતા પેઢી શાહ હિંમતલાલને ૧પ હજાર, સપ્લાયર પેઢી, મહેશ્વર ઓઇલ મીલ રપ હજાર તથા ઉત્પાદક પેઢી મહેશ્વર ઓઇલને પ૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

(2:55 pm IST)