Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

કર્ફયુ બંદોબસ્તમાં પિસ્તોલ પકડી લેનાર બી-ડિવીઝન પોલીસ મથક ટીમનું રોકડ પુરષ્કારથી સન્માન કરતાં પોલીસ કમિશનર

રાજકોટઃ શહેર પોલીસ રૂટીન કામગીરી, ગુનાઓના ડિટેકશન કરવાની સાથો સાથ ૨૧મીને કર્ફયુ બંદોબસ્તમાં પણ સતત વ્યસ્ત રહે છે. પરમ દિવસે રાત્રે બી-ડિવીઝન પોલીસની ટીમે કર્ફયુ બંદોબસ્ત દરમિયાન ગોંવિદ બાગ શાક માર્કેટ પાસે ત્રણ સવારીમાં નીકળેલા એકટીવાને અટકાવવા પ્રયાસ કરતાં ચાલકે એકટીવા ભગાવી મુકતાં તેનો પીછો કરી ત્રણેયને પકડી લેવાયા હતાં. જેના વાહનની ડિક્કીમાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.  આ પ્રસંશનીય કામગીરી કરવા બદલ બી-ડિવીઝન પોલીસની ટીમનું આજે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને જેસીપી શ્રી ખુરશીદ અહેમદે રોકડ પુરષ્કાર આપી સન્માન કર્યુ હતું. કોન્સ. મિતેષભાઇ ગિરીશભાઇ આડેસરા અને સંજયભાઇ ઉગાભાઇ મિંયાત્રાએ એકટીવાનો પીછો કર્યો હતો અને પીઆઇને પણ જાણ કરતાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, હેમેન્દ્રભાઇ વાધીયા, જયદિપસિંહ બોરાણા, કોન્સ. પરેશભાઇ સોઢીયા, ચાંપરાજભાઇ ખવડ સહિતના પણ અન્ય સ્થળે બંદોબસ્તમાં હોઇ તાકીદે ગોવિંદબાગ પહોંચી ગયા હતાં અને પકડાયેલા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.

(2:55 pm IST)