Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

શકિત સોસાયટીમાં મકાનમાં આગ

આગ શોટ સર્કિટના કારણે લાગી : ફ્રીઝ, કબાટ અને કપડા બળી ગયા

રાજકોટ તા. ૧૧ : સંત કબીર રોડ પર શકિત સોસાયટીમાં આવેલ મકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર શકિત સોસાયટી શેરી નં. ૮માં રહેતા વૃધ્ધાના મકાનમાં આગ લાગતા પાડોશી મનકરભાઇ સંચાણીયાએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ રૂમમાં લાગી હતી તેમાં ફ્રીઝ, કબાટ અને કપળા બળી ગયા હતા. આગ સ્વીચ બોર્ડમાં શોટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.

(2:54 pm IST)