Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

રૈયા રોડ પર પટમાં તીનપતીનો જુગાર રમતા ૪ શખ્સો પકડાયા

યુનિવર્સિટી પોલીસે ચારેય સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૧: રૈયા રોડ પર સવન સીગ્નેટ બીલ્ડીંગ પાસે પટ્ટમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર સવન સીગ્નેટ બીલ્ડીંગ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પીઆઇ એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. જાડેજા, હેડ કોન્સ. હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, બ્રિજરાજસિંહ, અજયભાઇ, કૃષ્ણદેવસિંહ સહિતે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સવન સીગ્નેટ નામની સાઇટમાં રહેતા જગન ખુમસિંગ ચૌહાણ (ઉ.વ.૩૪), લક્ષ્મણ જદુભાઇ નીનામા (ઉ.વ.ર૦), બુઢીયા ખુમસિંગ ચૌહાણ (ઉ.વ.૪૦), અને કૈલાસ થાવરીયા બુંદેલા (ઉ.વ. ૪ર) ને પકડી લઇ રૂ. ૧૦,ર૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(2:52 pm IST)