Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

રૈયાધાર શાંતીનગર પાસેથી લાખો પરમાર ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ તા. ૧૧ :.. રૈયાધાર શાંતીનગર પાસેથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયાધાર શાંતીનગર પાસેથી એક શખ્સ ચોરાઉ બાઇક લઇને ઉભો હોવાની હેડ કોન્સ. હરપાલસિંહ જાડજા, જેન્તીગીરી ગૌસ્વામી અને અજયભાઇ ભુંડીયાને બાતમી મળતા પીઆઇ એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. બી. જાડેજા, હેડ કોન્સ. હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, બ્રિજરાજસિંહ ગોહીલ, અજયભાઇ, કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતે શાંતીનગરના ગેઇટ પાસેથી લાખા કારાભાઇ પરમાર (ઉ.૩૪) (રહે. રૈયાધાર રામાપીરના મંદિર પાસે) ને જી. જે. ૩-કે. જે. ૯૮૯ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

(2:52 pm IST)