Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

રૂખડીયાપરા વિસ્તારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીંબડીનો સંજય ભગાડી ગયો : અપહરણનો ગુનો

રાજકોટ,તા. ૧૧: શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીમડીનો શખ્સ ભગાડી જતા પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૂખડીયા પરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરા ગત તા. ૧૭/૧૧ ના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોેએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સગીરાની ફઇની લીંબડી ચુનારાવાડ રેલ્વેના પાટા પાસે રહેતી નણંદનો દીકરો સંજય લાભુભાઇ કોળી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાને ફઇએ પ્રનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે લીંબડીના સંજય વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ એલ.એલ.ચાવડા તથા રાઇટર સંજયભાઇ તથા જનકભાઇએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)