Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

પુસ્તક અવલોકન ધન્વી માહી

ઘરમાં રહીને ચેતનાના દરવાજા ખોલવાનો પ્રેરક સંદેશ આપતુ પુસ્તક 'સુરક્ષા કવચ'

શીર્ષક : સુરક્ષા કવચ

લેખક : સમણ શ્રુતપ્રજ્ઞ

પ્રકાશક : પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન

પ્રાપ્તિસ્થાન : 'આભાવલય' વિનય વાટીકા, જામનગર રોડ, માધાપર બસ સ્ટોપ સામે, રાજકોટ

સંપર્ક સુત્ર : મો.૯૪૨૭૩ ૬૬૧૬૪

ધ્યાન યોગના સાધક અને દુનિયાના ૩૦ થી વધુ દેશોનો પ્રવાસ કરી ચુકેલ સમણ શ્રુતપ્રજ્ઞજીએ કોરોના કાળના લોકડાઉનના સમયમાં ચલાવેલી કલમને પુસ્તકદેહ આપ્યો છે. કુલ ૧૧૨ પાનાના આ પુસ્તકમાં 'આ સંકટ પરિવર્તનની તક છે', 'આપણે બધા જોડાયેલા છીએ', 'દરેક આધ્યાત્મિક બાબતો આપણને આ ક્ષણ માટે તૈયાર કરે છે', 'કોરોનાને સંકટ તરીકે નહીં, ભેંટ તરીકે જુઓ', 'બહાર ન જઇ શકો તો અંદર જાઓ' વગેરે જેવા ૬૦ પ્રકરણો આલેખ્યા છે. ટુંકમાં ઘરમાં જ રહી ચેતનાના દરવાજા અને ચિત્તની બારીઓ ખોલવાનો સંદેશ આ પુસ્તકના માધ્યમથી તેઓએ આપેલ છે. આ સહીત અત્યાર સુધીમાં તેઓના ૭૩ પુસ્તકો પ્રસિધ્ધ થયા છે.

(2:50 pm IST)