Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

બેડલા કલસ્ટરના ૭ શિક્ષકો-સીઆરસી કો-ઓર્ડિનેટર દ્વારા ઓનાલાઇન ઇનોવેશન ફેરમાં ભાગ લેવાયો

વિવિધ વિષયો પર રજૂ કર્યા શિક્ષીકાઓએ પોતાના મંતવ્યો

રાજકોટઃ રાજકોટ તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર તાજેતરમાં ઓનલાઇન યોજાયો હતો. જેમાં બેડલા કલસ્ટરના ૭ શિક્ષકોએ પોતાના ઇનોવેશન ઓનલાઇન રજૂ કર્યા હતાં. મેસવડા શાળામાંથી પારૂલબેન પટેલે સપનાના વાવેતર, ભાવનાબેન ઉંધાડે સમાજ શિક્ષણ અનોખી રીતે, રજોશ્રીબેન ડાંગરે ગણિત-વિજ્ઞાન વર્ગમાં જીવંત વાતાવરણ વિષય પર ઇનોવેશન રજુ કર્યા હતાં. બારવણ પ્રા. શાળામાંથી રીનાબેન મારૂએ ઓર સ્ટેપ્સ ઇન ડિજીટલ એજ્યુકેશન વિષય પર, ચાંચડીયા શાળાના શ્રેયાબેન જીવાણીએ પીપીટી થ્રુ ઇંગલીશ લર્નિંગ વિષય પર, બેડલા શાળાના શિતલબેન ધ્રાંગધરીયાએ પ્રજ્ઞા કલાસ ઓફ ડિજીટલ ડેસ્ક અને કલસ્ટર કો-ઓર્ડિનેટર જયશ્રીબા વાઢેર દ્વારા પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન વિયષ પર ઇનોવેશન રજુ કરાયું હતું. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(2:48 pm IST)