Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

કોમસમી વારસાદના કારણે ભેજ લાગી જતા રાજકોટ યાર્ડમાં મગફળીની હરરાજી બંધ રહી

રાજકોટ તા. ૧૧ : ગતરાત્રે રાજકોટ શહેરમાં પડેલ કમોસમી વરસાદ કારણે મગફળીના ઢગલામાં ભેજ લાગી જતા આજે રાજકોટ યાર્ડમાં મગફળીની હરરાજી  બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

ગત રાત્રે રાજકોટ સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓ ભીના થઇ ગયા હતા. રાજકોટ યાર્ડમાં મગફળી ઢગલા ખુલ્લામા પડેલ હોય મગફળીનો જથ્થો પલળે નહી તે માટે યાર્ડના કર્મચારીઓ અને ખેડુતોએ મગફળીના ઢગલાને ઢાંકી દિધા હતા જો કે, તેમ છતા કમોસમી વરસાદના કારણે મગફળીના જથ્થાને ભેજ લાગી જતા આજે યાર્ડમાં મગફળીની હરરાજી સ્થગીત રાખવાનો નિર્ણય કર્યો હતો.

યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીના જણાવ્યા મુજબ ભેજના કારણે ખેડુતોને મગફળીના સોદા ભાવો ન મળે તે માટે હરરાજી બંધ રખાઇ હતી.અન્ય જણસીઓની હરરાજી રાબેતા મુજબ ચાલુ જ છે.

(12:52 pm IST)