Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

નવયુગપરામાં દિનેશભાઇને નાના ભાઇ નવીનભાઇએ ઘુસ્તાવ્યા

રાજકોટ તા. ૧૧: ઘાંચીવાડ પાસે નવયુગપરા-૭માં રહેતાં રિક્ષાચાલક દિનેશભાઇ ચકુભાઇ જાદવ (ઉ.વ.૫૬)ને સાંજે તેના નાના ભાઇ નવીનભાઇ ચંદુભાઇ જાદવ, તેના પત્નિ કંચનબેન અને ભત્રીજા સંજયએ ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. જુના મનદુઃખમાં માથાકુટ થયાનું જણાવાયું હતું.

ફાયરમેન ફાયર ફાઇટરની સીડી પરથી પટકાયા

રેલનગર ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતાંઅને ત્યાં જ કવાર્ટરમાં રહેતાં વનરાજસિંહ નિરૂભા પરમાર (ઉ.વ.૪૦) રાતે ગાડીમાં પાણી ભરવું હોઇ ફાયર ફાઇટરની સીડી ચડી ઉપર જોવા જતાં હતાં ત્યારે પગ લપસતાં પડી જતાં સિવિલમાં દાખલ કરાતાં પ્ર.નગરમાં જાણ કરાઇ હતી. રાત્રે જ સારવાર બાદ રજા અપાઇ હતી.

(12:02 pm IST)