Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

ખાનગી તબિબોની હડતાલને પગલે સિવિલની ઓપીડીમાં વધારાના તબિબો તૈનાત

રાજકોટઃ આયુર્વેદનો અભ્યાસ કરેલા તબિબોને અમુક સર્જરીની છુટ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વિરોધ કરી આજે સવારના ૬ થી સાંજના ૬ સુધી તમામા ખાનગી હોસ્પિટલોની ઓપીડી અને અગાઉથી નક્કી કરેલા ઓપરેશનો નહિ કરી હડતાલ પાડવાનો નિર્ણય કર્યો હોઇ તે મુજબ રાજકોટ શહેરમાં તમામ ખાનગી તબિબોએ હડતાલ પાડી છે. આ કારણે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનું ભારણ વધે તો તેને પહોંચી વળવા તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ, સિનીયર તબિબો ડો. એમ. સી. ચાવડા, ડો. રોય, ડો. નથવાણી, ડો. મુકેશ પટેલ, ડો. હેતલ કયાડા સહિતની ટીમોએ ઓપીડીમાં વધારાના મેડિકલ ઓફિસર્સની સુવિધા ઉપલબ્ધ રાખી હતી. જો કે સવારે રૂટીન મુજબ બહુ ગીરદી વગર તમામ ઓપીડી ચાલુ રહી હતી. તસ્વીરમાં ઓપીડીમાં દર્દીઓને તપાસતાં તબિબો, દવા બારીએ અને કેસ બારીએ દર્દીઓની લાઇનો જોઇ શકાય છે.  (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:00 pm IST)