Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

આજે સૌથી મોટી એકાદશી : કુંડળધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહાપૂજા

ઘરે બેઠા ઓનલાઇન લાભ લેવા જ્ઞાનજીવનદાસજી સ્વામીનો અનુરોધ

રાજકોટ તા. ૧૧ : કોરોનાદિ અશુભકાળની નિવૃત્તિ અર્થે, શુભકાળની પ્રવૃત્તિ અર્થે તથા પ્રભુપ્રસન્નતાની પ્રાપ્તિ માટે પવિત્ર બાહ્મણ તથા સંતો દ્વારા મહાપૂજા કરાશે.આજે શુક્રવારના દિવસે જે એકાદશી છે તે ત્રીસ્પર્શા એકાદશી છે. એટલે કે તે દિવસે અગિયારસ, બારસ અને તેરસ એક જ દીવસે છે. એટલે એ મોટામાં મોટી એકાદશી છે. એનો ઉપવાસ કરવાથી એક હજાર એકાદશી ઉપવાસ કરવાનું પુણ્ય ફળ મળે છે. માણસ ૪૦ વર્ષ સુધી એકાદશીના ઉપવાસ કરે ત્યારે તેની એક હજાર એકાદશી થાય. એટલે કે ૪૦ વર્ષનું પુણ્ય એક જ  દિવસમાં પ્રાપ્ત થાય છે. તો આ એકાદશીએ જે કાંઈ જપ, તપ, વ્રત, ભજન, મહાપૂજા વગેરે કરીએ તેનું પણ હજારગણું ફળ થાય જ તો ! માટે ઘરો ઘર સૌ વર્ચ્યુઅલ દિવ્ય મહાપૂજા કરી શકે એવું આયોજન શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આજે શુક્રવાર, એકાદશીના રોજ રાત્રે ૯ થી ૧૧ દરમિયાન કરવામાં આવેલ છે. તો દરેક ભાવિક જનતાએ આ ભવ્ય વર્ચ્યુઅલ મહાપૂજાનો પોતપોતાના ઘરે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા લાભ લેવો, એવો કુંડળધામથી પૂજય ગુરુજી શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી તથા સર્વે સંતોનો ભાવ ભર્યો અનુરોધ છે.

સમગ્ર મહાપૂજાનો કાર્યક્રમ વેબસાઇટ www. Swaminarayan

Bhagwan.org તથા

www.youtube.com/c/swaminarayan ચેનલ ઉપર લાઈવ નિહાળી શકાશે તેમ અલૌકિક સ્વામી (મો. ૯૬૦૧૨ ૯૦૦૧૫)ની યાદીમાં જણાવાયું છે.

 

(11:20 am IST)