Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

કોવીડ વેકસીન માટે મ.ન.પાની આરોગ્ય ટીમ દ્વારા સર્વે શરૃઃ શહેરમાં ૯૫૮ ટીમો ઉતારાઇ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેકસીનેશનની આગામી કામગીરી અનુસંધાને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી આજથી શહેરના તમામ વોર્ડમાં શરૂ કરવામાં આવી છે. જેમાં ૯૫૮ ટીમો દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડને આવરી લેવામાં આવી રહ્યા છે. આ કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ થશે. આજે સવારે શહેરના વોર્ડ નં. ૧૨માં મવડીમાં આવેલ જીથરીયા હનુમાન તથા બાઈ માતાજી પ્રજાપતિ વાડી વિસ્તારમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓનો બાયોડેટા એકત્રીત થઈ રહ્યો છે જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:45 pm IST)