Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગાંધીગ્રામ પોલીસ દ્વારા મેગા ટ્રાફિક અને શરીર સબંધી ગુન્હા તથા પ્રોહી,અંગેની ડ્રાઈવ યોજાઈ

એક રીક્ષા ડીટેઇનમેક બિન વારસી વાહન કબ્જે અને એક ડ્રન્ક એન્ડ ડ્રાઈવ કેસ નોંધાયો

 

રાજકોટ : રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ,શરીર સબંધી ગુન્હા અને પ્રોહિબિનશન અંગેની ડ્રાઈવ યોજાઈ હતી

 રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશનર ઝોનમનોહરસિંહ જાડેજાની સૂચનાથી પ્રોહીબીશનની બદી નેસ્તનાબૂદ કરવા માટે તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા મદદનીશ પોલીસ કમિશનર પી.કે દીયોરા ની અધ્યક્ષતામા ગાંધીગ્રામ પોલીસ ટીમ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઇવ તથા શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા પ્રોહી અંગેની ડ્રાઇવ નું આયોજન કરી આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને કાયદા નું ભાન કરાવવા મેગા ડ્રાઇવનું આયોજન કરાયું હતું

  ડ્રાઇવ દરમિયાન  ગાંધીગ્રામ પોલીસે એમ. વી એકટ કલમ ૨૦૭ મુજબ 1 રીક્ષા ડિટેઇન કરેલ છે તથા એક બિનવારસી વાહન જમા લીધેલ છે તથા  ડ્રંક એન્ડ ડ્રાઇવ નો1 કેસ એમ વી એકટ કલમ ૧૮૫ મુજબ કરવામાં આવેલ છે.

(11:47 pm IST)