Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

યુવરાજ નગરમાં રૂ.૧૮ લાખના ખર્ચે મેટલીંગ કામનો પ્રારંભ

ધારાસભ્ય અરવિંદ રૈયાણીનાં પ્રયત્નો સફળ

રાજકોટ :મહાનગરપાલિકાનાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'જયાં માનવી ત્યાં સુવિધા' અને 'સૌનો સાથ, સૌનો વિકાસ' સુત્ર સાથે  શહેરીજનોની સુવિધા માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૬માં યુવરાજ નગરમાં મેટલીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામગીરી રૂ.૧૮ લાખના ખર્ચે થશે.આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ભાજપ અગ્રણી મનસુખભાઈ જાદવ,વોર્ડ પ્રમુખ દ્યનશ્યામભાઈ કુંગશીયા, વોર્ડ મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, વોર્ડ મહામંત્રી વિરમભાઈ રબારી, મહિલા મોરચા શહેર શહેર પ્રમુખ નયનાબેન પેઢડીયા, કિન્નરીબેન ચૌહાણ, પીન્ટુભાઈ રાઠોડ, રમેશભાઈ મકવાણા, ધીરુભાઈ રોજાસરા, નારણભાઈ વાદ્યેલા, વિરજીભાઈ સાવકીયા તથા બહોળી વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)