Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

આજે શ્રી દત્ત ભગવાનની જન્મજયંતિ

માગશર સુદ પૂનમના દ્વિસે ભગવાન દત્ત્।ની જન્મજયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે દતાત્રેયના મંદિરોમાં વિશેષ પૂજા અને પાઠ કરવામાં આવે છે. ભગવાન દત્ત્।ાત્રે્યની જયંતી માર્ગશીર્ષે મહિનામાં ઉજવવામાં આવે છે. દત્ત્।ાત્રેયમાં ઇશ્વર અને ગુરૂ બંને રૂપ સમાહિત છે. તેથી તેમને પરબ્રહ્મમૂતિ સદગુરૂ અને શ્રી ગુરૂદેવાત્ત પણ કહેવામાં આવે છે.

હિન્દુ માન્યતા અનુસાર દત્તાત્રેયે પારધીથી વ્યોમયાન ઉડ્ડયની શકિતની જાણ કરાવી હતી અને ચિકિત્સા શાસ્ત્રમાં ક્રાંતિકારી અમલીકરણ કર્યું હતુ. હિન્દુ ધર્મના ત્રિંદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ ભગવાન દત્ત્।ાત્રેયે જન્મ લીધો હતો. તેથી તેમને ત્રિદેવનુ સ્વરૂપ પણ કહેવામાં આવે છે.

દતાત્રેયને શૈવપંથી શિવનો અવતાર અને વૈષ્ણવપંથી વિષ્ણુનો અંશાવતાર માનવામાં આવે છે. દત્તાત્રેયને નાથ સંપ્રદાયની નવનાથ પરંપરાના પણ અગ્રણી માનવામાં આવે છે.

એ પણ માન્યતા છે કે રસેશ્વર સંપ્રદાયના પ્રવર્તક પણ દત્ત્।ાત્રેય હતા. ભગવાન દત્ત્।ાત્રેય સાથે વેદ અને તંત્ર માર્ગનો વિલય કરી એક જ સંપ્રદાય નિમિત કરવામાં આવ્યુ હતુ. શિક્ષા અને દીક્ષા - ભગવાન દત્ત્।ાત્રેયે તેમના જીવનમાં અનેક લોકો પાસેથી શિક્ષા લીધી હતી.

દત્ત્।ાત્રેય અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપો સાથે પણ શિક્ષા ગ્રહણ કરી. દત્તાત્રેયજી કહે છે કે જેની પાસેથી જેટલા ગુણ મળ્યા છે તેમને તેમના ગુણોને પ્રદાતા માનીને તેમને પોતાના ગુરૂ માન્યા છે.

બ્રહ્માજીના માનસપુત્ર મહષિં અત્રિ તેમના પિતા અને કર્દમ ઋષિની કન્યા અને સાંખ્યશાસ્ત્રના પ્રવકતા કપિલદેવની બહેન સતી અનસૂયા તેમની માતા હતા. શ્રીમદ્ભગવતમાં મહષિં અત્રિ અને માતા અનુસૂયાની અહીં ત્રિદેવોના અંશ સાથે ત્રણ પુત્રોનો જન્મ લેવાનો ઉલ્લેખ મળે છે. ભગવાન દ્ત્તાત્રેયને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં ભગવાન ધ્ત્ત્।ાત્રેયને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ એકરૂપ માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ શ્રી દતાત્રેય ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે. તે આ આજન્મ બ્રહમચારી અને અવધૂત રલા તેથી તેઓ સર્વવ્યાપી કહેવાયા.

આ જ કારણ છે કે ત્રણેય ઈશ્વરીય શકિતઓથી સમાહિત ભગવાન દતાત્રેયની આરાધના ખૂબ જ સકળ, સુખદાયી અને તરત જ કળ આપનારી માનવામાં આવે છે. મન કર્મઅને વાણીથી કરવામાં આવેલ તેમની ઉપાસના ભકતને દરેક મુશ્કેલીમાંથી મુકિત અપાવે છે.

દત્ત ભગવાન એ પરમપૂજય ગુરુ પણ છે અને ઈશ્વર પણ છે. તેમની કૃપાથી ભકતોના તમામ કષ્ટો દૂર થાય છે.

(3:26 pm IST)