Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગવરીદળ પાસે ૨૯ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

૩૧મી ડિસેમ્બરે રાજકોટ-સોૈરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ કરવા બૂટલેગરો મેદાનેઃ પોલીસ પણ સતર્ક : બે રાજસ્થાની શખ્સ ભીખારામ પુનીયા અને દિનેશ પવારની ધરપકડઃ કુલ રૂ. ૪૪,૩૩,૭૦૦નો મુદ્દામાલ કબ્જે : હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને કોન્સ. હરદેવસિંહ રાણાની બાતમી પરથી પીઆઇ એચ.એમ. ગઢવી, પીએસઆઇ અતુલ સોનારા અને ટીમનો મોડી રાતે દરોડો : પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા અને ટીમ, કબ્જે થયેલો દારૂની પેટીઓનો જથ્થો, ટ્રક અને ઝડપાયેલા બંને રાજસ્થાની શખ્સ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૧: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા નાના-મોટા બૂટલેગરો મેદાનમાં આવી ગયા છે. દારૂની બદ્દીને ડામવા અને કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચ તથા શહેર પોલીસની ટીમો રોજબરોજ દરોડા પાડી રહી છે. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી પરથી મોરબી રોડ ગવરીદળથી રૂ. ૨૯ લાખ ૨૩ હજારનો દારૂનો જથ્થો ભરેલા ટ્રક સાથે બે રાજસ્થાની શખ્સને ઝડપી લીધા છે. આ દારૂ કોને પહોંચાડવાનો હતો? તે અંગે તપાસ થઇ રહી છે. પોલીસે કુલ રૂ. ૪૪,૩૩,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને કોન્સ. હરદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે આરજે૧૮જીબી-૦૦૪૧ નંબરનો બંધ બોડીનો ટ્રક રાજસ્થાન તરફથી રાજકોટની હદમાં આવ્યો છે અને મોરબી રોડ પર ગવરીદળ તરફથી નીકળવાનો છે. આ બાતમી પરથી વોચ રખાતાં રાતે એકાદ વાગ્યે બાતમી મુજબનો ટ્રક આવતાં તેને અટકાવી તલાશી લેવામાં આવતાં અંદરથી રૂ. ૨૯,૨૩,૨૦૦નો ૭૩૦૮ બોટલ (૬૦૯ પેટી) દારૂ મળતાં તે તથા ૧૫ લાખનો ટ્રક અને ૧૦,૫૦૦ના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૪,૩૩,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં બેઠેલા બે શખ્સો ભીખારામ સાજનરામ પુનીયા (ઉ.૩૦-રહે. ભુણીયા તા. ચોટન જી. બાઢમેર રાજસ્થાન) તથા દિનેશ ભાખરારામ પવાર (ઉ.૨૫-રહે. સાંગણવા તા. ચિતલવાના જી. જાલોર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

આ બંનેના કહેવા મુજબ પોતે રાજસ્થાનથી દારૂ ભરીને આવ્યા હતાં. રાજકોટ પહોંચ્યા પછી ફોન આવે એને આ જથ્થો આપવાનો હતો. દારૂ કોણે મોકલ્યો? કોને આપવાનો હતો? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ એ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, મહેશભાઇ મંઢ, હરદેવસિંહ રાણા તથા નિશાંતભાઇ પરમાર સહિતે આ કામગીરી કરી હતી.

(11:44 am IST)
  • નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે કોર્ટમાં બંને સાધિકાઓ જામીન અરજી પર સુનાવણી પૂર્ણઃ સાધિકાની જામીન અરજી પર ૧૩ ડિસે. ગ્રામ્ય સેશન્સ કોર્ટ શુક્રવારે ૩ વાગે ચુકાદો આપશે access_time 2:03 pm IST

  • ભેડીયાબેટ હનુમાન મંદિર રાષ્ટ્રને અર્પણ:સંતો-મહંતો અને જવાનોના હસ્તે રાષ્ટ્રાર્પણ:સ્વામિનારાયણ મંદિર દ્વારા વધારાઈ સુવિધા:૨.૫ કરોડના ખર્ચે મંદિરનું થયું નવનિર્માણ: વડાપ્રધાને પત્ર દ્વારા પાઠવી શુભેચ્છાઓ access_time 1:34 am IST

  • ભડકાઉ કલીપ મુદ્દે વધુ એક ફરિયાદ:મુંદરા મરીન પોલીસ મથકે નોંધાયો ગુનો:સાડાઉના શખ્સ સામે નોંધાઈ ફોજદારી: નલિયાના ગુનાનો આરોપી ઝડપાયો:એલસીબીએ હળવદથી કરી ધરપકડ access_time 1:36 am IST