Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ભીચરીમાં પત્નિ સાથે ઝઘડો થતાં ઝેર પી યુવાનનો આપઘાત

રાજકોટ તા. ૧૧: ભીચરી ગામે પાંચાભાઇ ભવાનભાઇ ધરજીયાની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો વિનોદ રૂખૈયાભાઇ વાસ્કલ (ઉ.૨૫) નામનો યુવાન ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક મુળ મધ્યપ્રદેશનો વતની હતો. બનાવને પગલે મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. કુવાડવા પોલીસ મથકના મહાવીરસિંહ ઝાલા અને  હમીરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ચાર ભાઇમાં બીજો હતો. તેના ભાઇએ કહ્યું હતું કે પત્નિ સાથે કોઇ બાબતે ચડભડ થતાં વિનોદે આ પગલું ભર્યુ હતું.

(3:50 pm IST)