Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કોંગ્રેસના કાર્યકરોએ જીતની ઉજવણી કરી :ફટાકડા ફોડતા પોલીસની અટકાયત

રાજકોટઃ પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ જાહેર થતાં કોંગ્રેસ જોરદાર રીતે કમબેક કરી શાનદાર જીત મેળવતા આજે બપોરે શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરો દ્વારા એકબીજાને મીઠાઈઓ વહેચી હતી. દરમિયાન પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જે તસ્વીરમાં જોઈ શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:09 pm IST)