Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

નિકાસ થતા એન્જીનીયરંગ માલસમાનને વધારાના લાભથી વંચિત રખાતા ઘોર અન્યાય

ફેર વિચારણા કરવા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત : રાજકોટ, જામનગર, મોરબીના સીરામીક ઉદ્યોગને ઉલ્ટાનું વધુ પ્રોત્સાહન આપવા માંગ

રાજકોટ તા. ૧૧ : આયાત નિકાસ નીતિમાં સુધારો કરાયો તેમા કેટલીક આઇટમોના નિકાસની સામે ર ટકાનો વધારો કરાયો પરંતુ એન્જીનીયરીંગ માલસામાનને આ વધારાથી વંચિત રખાતા ભારોભાર અન્યાય થયાની લાગણી ઉઠી છે.

આ બાબતે ફેર વિચારણા કરવાની માંગ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉઠાવી કેન્દ્રના વ્યાપાર પ્રધાન સમક્ષ રજુઆતો કરાઇ છે.

રજુઆતમાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રમાં  ખાસ કરીને રાજકોટ, જામનગર, મોરબી જેવા શહેરો સીરામીક પ્રોડકટનું મોટાપાયે ઉત્પાદન કરી નિકાસ કરે છે. ત્યારે આ સામાનને ર ટકા વધારાનો લાભ ન મળે તે કેમ ચાલે? અહીં ઉત્પાન થતી આઇટમોને ખાસ આઇટમ ગણી અન્યથી પણ વધારે દરે પ્રોત્સાહનનો લાભ આપવા ગ્રેટર ચેમ્બરે માંગણી કરી હોવાનું પ્રમુખ ધનસુભાઇ વોરા અને ઇન્ચાર્જ માનદ મંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયાની યાદીમાં જણાવાયુ છે.

(3:52 pm IST)