Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ડોકટરને ખુનની ધમકી આપવા અંગે પકડાયેલ મહિલા આરોપીનો છુટકારો

રાજકોટ તા. ૧૧ : રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમા રહેતા ડોકટર પ્રદિપભાઇ શાન્તીલાલ જૈન એ એ દોઢેક વર્ષ પહેલા ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર લીજજત પાપડની સામે બાલાજી ફેમીલી રેસ્ટોરન્ટે જતા હાજર રહેલ આઇશાબેન ઉમરભાઇ જુણેજાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાંધીગ્રમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ. પોલીસ આરોપી આઇશાબેનની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાંં મુકતા આ કેસ જયુડી.મેજી. રાજપુત મેડમની કોર્ટમાં ચાલી જતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કરેલ હતો.

ફરીયાદીએ તેની ફરીયાદમાં જણાવેલ કે પોતાના પ્લોટમાં આઇશાબેન ગેરકાયદેસર દબાણ કરી લઇ રેસ્ટોરન્ટને ભાડે આપી દીધેલ હતું. અને રેસ્ટોરન્ટ વાળા રામનાથસિંહ સાથે વાતચીત કરવા ગયેલ ત્યારે બહાર નીકળતા ફરીયાદી ડોકટર પ્રદિપભાઇને આરોપી આઇશાબેને ધમકી આપેલ કે અહી કેમ આવો છો બીજી વખત આવશો તો ખેર નથી અને અહીથી તમને જીવતા જવા નહી દઇએ તેવી ધમકી આપેલ હતલ.

આ ગુન્હામાં કોર્ટમાં ફરીયાદી, પંચો, સાહેદો તથા પોલીસની જુબાની લેવામાં આવેલ હતી અને આ કામમાં આરોપીના એડવોકેટની દલીલ ધ્યાને લઇ આરોપીને નિર્દોષ છોડી મુકતો આદેશ કરેલ હતો.

આ કેસમાં આરોપી તરફે એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, પિયુષ કારીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, મોહિત, લીંબાસીયા, રવિ ઠંુમર, કૈલાસ સાવંત, કલ્પેશ નસીત, તથા અમૃતા ભારદ્વાજ રોકાયેલ હતા.

(3:47 pm IST)