Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ચુનારાવાડમાંથી ધર્મેશ કોળી રિક્ષામાં ૪૮ બોટલ દારૂ સાથે પકડાયોઃ કુંદનનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૧: થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી કોળી શખ્સને રૂ. ૧૪૪૦૦ના વિદેશી દારૂ સાથે ઝડપી લઇ રિક્ષા પણ કબ્જે લીધી છે. સપ્લાયર તરીકે ચુનારાવાડની કોળી મહિલાનું નામ ખુલ્યું છે.

પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ આર.એમ. કોટવાલ, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, જાહીરખાન ખફીફ, મસરીભાઇ, વિજયભાઇ, ધર્મેન્દ્રસિંહ, ભરતભાઇ,  સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળતાં ચુનારાવાડ ચોકમાં જીજે૩એડબલ્યુ-૫૦૪૯ નંબરની રિક્ષાને અટકાવી તલાસી લેતાં અંદરથી રૂ. ૧૪૪૦૦નો ૪૮ બોટલ દારૂ મળતાં તે તથા ૨૫ હજારની રિક્ષા કબ્જે કરી ચાલક બેડીપરા હનુમાનજી મંદિરવાળી શેરીમાં રહેતાં ધર્મેશ ચીમનભાઇ ચાવડા (કોળી) (ઉ.૨૮)ની ધરપકડ કરી હતી. પુછતાછમાં તેણે પોતે આ દારૂ ચુનારાવાડ-૨માં રહેતી કુંદન કોળી પાસેથી લાવ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(11:55 am IST)