Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ઇન્ડસ્ટ્રીયલ અવેરનેસ પ્રોગ્રામ

 બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડના ધારા ધોરણમાં તાજેતરમાં થયેલ ફેરફારો અને બીઆઇએસ નીતિ નિયમોની જાણકારી આઇએસઆઇ ધરાવતા ઉદ્યોગકારોને મળી રહે તે હેતુથી 'ઇન્ડસ્ટ્રીયલ અવેરનેસ' શીર્ષકતળે એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ચીફ ગેસ્ટ તરીકે બીઆઇએસના એસ. કે. સિંઘ, સોરાષ્ટ્ર પ્લાસ્ટીક મેન્યુ. એસો.ના પ્રમુખ કરશનભાઇ માવાણી, માનદ મંત્રી જે. કે. પટેલ, એનએસઆઇસીના જનરલ મેનેજર વેંકટાચલપતિ અને રામ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. ૧૦૦ થી વધુ ઉદ્યોગકારોએ આ સેમીનારનો લાભ લીધો હતો. ધોરણના ભંગ અંગે શું સાવધાની રાખવી પડે તે અંગે માહીતગાર થયા હતા. અંતમાં આભારવિધિ એસપીએમએના કમીટી મેમ્બર અરૂણભાઇ રોકડે કરી હતી. (૧૬.૧)

 

(12:34 pm IST)