Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રમેશભાઇ અને તેમના પત્‍ની પાસે ૧૮ કરોડની મિલકત : ૮.૬૮ કરોડનું દેણુ

રાજકોટ ૭૦ (દક્ષિણ)ના ઉમેદવારે ગત વર્ષે ૧.૧૦ કરોડનું રીટર્ન ભર્યુ, જ્‍યારે તેમના ધર્મપત્‍ની હંસાબેને રૂા. ૫૩.૧૨ લાખનું રીટર્ન ભર્યાનું દર્શાવ્‍યું : રમેશભાઇ પાસે હાથ પર રોકડ રૂા. ૧.૨૮

લાખ અને તેમના પત્‍નિ પાસે ૯૦ હજાર : રમેશભાઇ પાસે ૪.૭૦ કરોડની જ્‍યારે હંસાબેન પાસે ૪.૮૦ કરોડની સ્‍થાવર મિલ્‍કત છે : રમેશભાઇ સામે કોઇ ગુન્‍હો નોંધાયો નથી

રાજકોટ તા. ૧૧ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ૧લી ડિસેમ્‍બરના રોજ મતદાન થવાનું છે ત્‍યારે રાજકોટ ૭૦ (દક્ષિણ) બેઠક ઉપરથી આજે બપોરે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. તેઓની સાથે કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ડે.કલેકટર શ્રી ચૌધરી સમક્ષ રમેશભાઇ ટીલાળાએ સોગંદનામુ રજૂ કરેલ. જેમાં ૧૮ કરોડની મિલ્‍કત જાહેર કરી હતી. તેઓના ડમી તરીકે કોર્પોરેટર નીતિન રામાણીએ ફોર્મ ભર્યુ હતું.

રમેશભાઇ ટીલાળાએ પોતાના સોગંદનામામાં પોતાનું નામ રમેશભાઇ વીરજીભાઇ ટીલાળા અને ધો. ૭ (પાસ) સુધીનો અભ્‍યાસ કર્યો હોવાનું જાહેર કરેલ. સાથોસાથ ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં રમેશભાઇએ ૧.૧૪ કરોડનું રીટર્ન તથા તેમના ધર્મપત્‍ની હંસાબેને ૫૩.૧૨ લાખને રીટર્ન ભર્યુ હોવાનું દર્શાવ્‍યું છે. રમેશભાઇના હાથ પર રોકડ ૧.૨૮ લાખ તથા હંસાબેન પાસે ૯૦ હજાર હોવાનું જાહેર કર્યું છે.

સોગંદનામામાં રમેશભાઇ ઉપર ૨.૪૧ કરોડનું દેણુ હોવાનું તથા તેમના પત્‍ની હંસાબેન ઉપર ૬.૨૪ કરોડનું લોન-દેણુ હોવાનું જાહેર કર્યું છે. સ્‍થાવર મિલ્‍કત રમેશભાઇની ૪.૭ કરોડ અને તેમના પત્‍ની હંસાબેનની ૪.૮૦ કરોડની હોવાનું પણ દર્શાવાયું છે. હંસાબેન પાસે ૬.૧૮ લાખની કિંમતની ૧૬૫.૭૪ ગ્રામ હોવાનું પણ જાહેર કર્યું છે. તેના ઉપર કોઇ ગુન્‍હો નોંધાયો ન હોવાનું પણ સોગંદનામામાં દર્શાવાયું છે.

રમેશભાઇ ટીલાળાના ડમી તરીકે વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ ફોર્મ ભર્યું હતું.

(3:53 pm IST)