Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ડો.દર્શીતાબેન પાસે ૪.પ૦ કરોડ અને પતિ ડો.પારસભાઇ પાસે ૩.રપ કરોડની સ્‍થાવર-જંગમ મિલ્‍કતો

રાજકોટ-૬૯ના ભાજપ ઉમેદવાર એમ.ડી.(પેથોલોજી)નો ઉચ્‍ચ અભ્‍યાસ ધરાવે છેઃ ૯૦ લાખનું દેણું : ચોટીલામાં ૩૧ લાખની જમીનઃ ર૦ લાખનું સોનું: ૧પ લાખના બે પ્‍લોટ : ૧ાા કરોડના ૩ ફલેટ

રાજકોટ, તા., ૧૧ :  આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજયની સૌથી સુરક્ષીત એવી રાજકોટ-૬૯ ની બેઠક માટે મહિલા ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ-૬૯ ની બેઠકના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે મહિલાને ટીકીટ આપી છે.

ડો. દર્શીતાબેન એમ. ડી. (પેથોલોજી) સુધીનો ઉચ્‍ચ અભ્‍યાસ ધરાવે છે. શહેરમાં પ્રાઇવેટ લેબ ધરાવે છે. તેમના નામે કોઇ ગુનો નોંધાયેલો નથી. જુદા જુદા બેંક ખાતામાં ૮૧ લાખની બચત-થાપણો ધરાવે છે. જયારે તેમના હાથ ઉપર ર૭ હજાર, પતિ ડો. પારસભાઇના હાથ ઉપર ૩૬ હજાર તથા એચયુએફમાં પ હજાર હાથ ઉપર રોકડ છે. જયારે તેમના પતિ ડો. પારસભાઇ પાસે ર૬.પ૦ લાખની બચત-થાપણો છે. ડો. દર્શીતાબેન પાસે ર૦ લાખની કિંમતનું ૪૦૦ ગ્રામ, પતિ ડો. પારસભાઇ પાસે ૧૦૦ ગ્રામ તથા એચયુએફમાં પ લાખનું ૧૦૦ ગ્રામ સોનું છે.

જયારે દર્શીતાબેન પાસે મારૂતી સ્‍વીફટ કાર રૂા. ૪.પ૦ લાખ અને રૂા. ૧૦ હજારનું એકટીવા સ્‍કુટર ધરાવે છે. જયારે પતિ પારસભાઇ પાસે પણ ૧૦ હજારની કિંમતનું એકટીવા સ્‍કુટર છે. આમ ડો. દર્શીતાબેને ૩.૪૬ કરોડ, પતિ પારસભાઇની ૧.૯ર કરોડ તથા એચયુએફની પ૬ લાખની રકમ દર્શાવી છે. આ ઉપરાંત ડો. દર્શીતાબેન પાસે ચોટીલા તાલુકામાં ખેતીની અંદાજીત ૩૧ લાખની જમીનો ધરાવે છે.

ઉપરાંત ડો.દર્શીતાબેન પાસે બિનખેતીના  રોણકી અને પરા પીપળીયામાં રપ લાખની કિંમતના પ્‍લોટ છે. જયારે ડો.પારસભાઇ પાસે ૭૩ લાખના માધાપર, પરા પીપળીયા, સરપદળમાં બીન ખેતી પ્‍લોટ ધરાવે છે. જયારે દર્શીતાબેન ૧.પ૦ કરોડની મુલ્‍યના ૩ ફલેટ અને ડો. પારસભાઇ ૩૩ ટકા ભાગમાં ૯૦ લાખની કિંમતનો ફલેટ ધરાવે છે આમ બંનેની મિલ્‍કતો ૩.પ૦ કરોડ જેટલી છે. ડો. દર્શીતાબેનના નામે એક માત્ર રૂા. ૯૦ લાખની લોન છે.

(3:33 pm IST)