Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાહુલ- પ્રિયંકા ૪-૫ દિવસ સૌરાષ્‍ટ્ર- ગુજરાતના પ્રવાસે

રાજકોટમાં રોડ શોઃ આદિવાસી વિસ્‍તારોમાં રેલીઓઃ ગીર સોમનાથ પંથકને પણ ધમરોળશેઃ કાર્યક્રમોને આખરી ઓપ અપાઈ રહ્યો છે

રાજકોટઃ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધી અને એઆઈસીસીના મહામંત્રી પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસે તેમને આમંત્રીત કર્યા છે. રાહુલ અને પ્રિયંકા આદિવાસી વિસ્‍તારોમાં રેલીઓ કરશે તેમ જાણવા મળે છે.

રાહુલ ગાંધી રાજકોટમાં એક અહેવાલ મુજબ ૨૫ આસપાસ એક રોડ શો યોજશે અને પ્રિયંકા ગાંધી આ જ અરસામાં ગિરસોમનાથનો પ્રવાસ ખેડશે.

બન્‍ને ભાઈ- બહેન સૌરાષ્‍ટ્ર ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતને ધમરોળશે અને સુપ્રસિધ્‍ધ મંદિરોના દર્શને જશે.

ગુજરાત કોંગ્રેસે વિધિવત આપેલ આમંત્રણનું રાહુલ અને પ્રિયંકાએ સ્‍વીકાર કર્યાનું જાણવા મળે છે.

(3:21 pm IST)