Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વિંછીયાના દારૂમાં ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ, તા. ૧૧ :  વિંછીયાના દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લાના ગુન્‍હાઓમાં નાસતા -ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય એલેલ.સી.બી. શાખાના પો. ઇન્‍સ. વી.વી. ઓડેદરા તથા પો. સબ. ઇન્‍સ. ડી.જી. બડવા તથા પો. સ.ઇન્‍સ. એસ.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમ્‍યાન પો. સબ. ઇન્‍સ. ડી.જી. બડવા તથા પો. હેડ કોન્‍સ. નિલેશભાઇ ડાંગર તથા દિવ્‍યેશભાઇ સુવા નાઓની સંયુકત બાતમી આધારે વિંછીયા પો. સ્‍ટે. ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપી અકબર ઓસમાણ શેશ (અંજારીયા) રહે. અંજાર મઘ્‍ીનાનગર, ધોબીવાસ શેખ સમાજ વાડીની બાજુમાં તા. અંજાર જી. કચ્‍છને અંજાર ખાતેથી દબોચી લઇ વિંછીયા પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. મહેશભાઇ જાની શકિતસિંહ જાડેજા, વિરરાજભાઇ ધાંધલ, વાસુદેવસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા તથા પો. કોન્‍સ. મનોજભાઇ બાયલ, કૌશીકભાઇ જોશી, મહેશભાઇ સારીખડા, મેહુલભાઇ સોનરાજ તથા ડ્રા. પો. કોન્‍સ. નરેન્‍દ્રભાઇ દવે જોડાયા હતા.

(1:14 pm IST)