Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઢોલરા ગામની સીમમાં નવજાત દિકરીને ત્‍યજી દેવાઇઃ રાજકોટ સારવાર હેઠળ

રાહદારીને બાળક રડવાનો અવાજ આવતાં તપાસ કરી શાપર પોલીસને જાણ કરી

રાજકોટ  તા. ૧૧: કોઠારીયા સોલવન્‍ટથી આગળ ઢોલરા ગામની સીમમાંથી નવજાત બાળકી મળી આવતા ચર્ચા જાગી છે. બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવા પોલીસે તજવીજ કરી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ  શાપર નજીક આવેલા ઢોલરા ગામ નજીક આવેલી રમેશભાઈ મણવરની વાડીની વાડમાં એક તાજી જન્‍મેલી બાળકીને ત્‍યાંથી પસાર થતા હિમાંશુભાઈ મનસુખભાઈ ભુવા જોઈ જતા તેઓએ તુરંત શાપર પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. મુકેશભાઈ તુરંત ઘટના સ્‍થળ પર દોડી ગયા હતા.  બાળકીનો આજે જ જન્‍મ થયો હોવાનું તારણ નીકળ્‍યુ઼ હતું. તેણીને ૧૦૮ મારફત રાજકોટ સારવાર માટે ખસેડવા તજવીજ કરવામાં આવી હતી. પોલીસે અજાણી મહિલા સામે આઇપીસી કલમ ૩૧૭ મુજબ જન્‍મ આપી જન્‍મ છુપાવવા બાળકીને ત્‍યજી દેવાનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

(11:57 am IST)