Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વાવડીની કોમલબેનને મેટોડામાં પતિ વિપુલ અને સાસુએ મારકુટ કરી

બાલાજી હોલ પાસે ભુરીને પતિ રાજૂએ ગડદા પાટુ માર્યા

રાજકોટ તા. ૧૧: વાવડીમાં વૃજવીલા એપાર્ટમેન્ટ ખાતે રહેતી કોમલબેન વિપુલ મકવાણા (ઉ.૨૭)ને મેટોડામાં પાઠક સ્કૂલ નજીક પોતાના સાસુ જયશ્રીબેન મકવાણાના ઘરે હતી ત્યારે ઝઘડો કરી સાસુ અને પતિએ મળી ઢીકાપાટુનો માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં લોધીકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બીજા બનાવમાં ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ઝૂપડામાં રહેતી ભુરી રાજુ મોહનીયા (ઉ.૩૫)ને પતિએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

દૂધની ડેરી પાસે મારામારીઃ તમારી દિકરી કચરા કરે છે કહી માહેનૂર બેન પર પડોશીનો તાવીથાથી હુમલો

દૂધની ડેરી નજીક ફારૃકી મસ્જીદ પાસે રહેતાં માહેનૂરબેન મોહસીનભાઇ થાનાણી (ઉ.૨૨)ને પડોશમાં રહેતી રૃખ્શારબેન સહિતે ઢીકાપાટુ અને તાવીથાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહેનૂરબેનની બે વર્ષની દિકરી ઘર પાસે રમતી હોઇ તે કચરા કરે છે તેમ કહી પડોશીએ ઝઘડો કરી હુમલો કર્યાનું જણાવાયું હતું.

ગોકુલ પાર્કમાં ૪ વર્ષનો જીગર દાઝી ગયો

નવા થોરાળાના ગોકુલ પાર્ક અવધ સોસાયટીમાં રહેતાં બિપીનભાઇ સાગઠીયાનો પુત્ર જીગર (ઉ.વ.૪) ઘરમાં રમતો રમતો ગરમ પાણી ભરેલી ડોલ પર પડી જતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

(4:25 pm IST)