Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગોંડલ પાસેથી પકડાયેલ ૪.૮પ લાખનો ગાંજાનો જથ્‍થો મહારાષ્‍ટ્રથી આવ્‍યો'તો

ડ્રાઇવર શરીફની કબુલાતઃ રૂરલ એસઓજીએ ગાંજાનો જથ્‍થો અને ટ્રક સહિત ૧૪.૯૦ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો

તસ્‍વીરમાં પકડાયેલ ટ્રક અને ગાંજાનો જથ્‍થો નજરે પડે છે. (૭.૧૦)

રાજકોટ તા.૧૧ : ગોંડલ પાસેથી રૂરલ એસઓજીની ટીમ ૪.૮પ લાખના ગાંજાના જથ્‍થા સાથે ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધા  બાદ પોલીસ પુછતાછમાં આ ગાંજાનો જથ્‍થો મહારાષ્‍ટ્રથી લાવ્‍યાની કબુલાત આપી હતી.

પ્રાપ્‍ત વિગતો મુજબ એસઓજી પી.આઇ. કે.બી. જાડેજા, પી.એસ.આઇ. બી.સી. મિયાત્રા, એ.એસ.આઇ. પરવેજભાઇ સમા, કોન્‍સ્‍ટેબલ જયવીરસિંહ રાણા, જયેન્‍દ્રસિંહ વાઘેલા તથા નરેન્‍દ્રસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા સહિતના પોલીસ સ્‍ટાફે પેટ્રોલીંગ દરમિયાન ધારેશ્વર ચોકડી પાસેથી શરીફ ઇબ્રાહીમભાઇ ભૈયા રહે. ગોંડલ શ્રીનાથજી સોસાયટી ગોંડલ વાળાને પોતાના હવાલાના ટ્રક નં. જીજે ૦૩ બીવાય ર૬૬૪માં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો ૪૮ કિલો પ૬પ ગ્રામ કિ. રૂા.૪,૮પ,૬પ૦ સાથે ઝડપી પાડી ગોંડલ સીટી પોલીસ ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજીસ્‍ટર કરાવ્‍યો હતો.

પોલીસ પુછતાછમાં પકડાયેલ ટ્રક ડ્રાઇવર શરીફ ભૈયાએ આ ગાંજાનો જથ્‍થો મહારાષ્‍ટ્રથી લાવ્‍યાની કબુલાત આપી હતી. આ ગાંજાનો જથ્‍થો કોને આપવાનો હતો ? તે અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે. ગોંડલ પોલીસે પકડાયેલ ડ્રાઇવર શરીફને રીમાન્‍ડ .પર લેવા તજવીજ હાથ ધરી છે.

(11:39 am IST)