Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સી.એ. ફાઉન્ડેશન દ્વારા દિવાળીની સેવામય ઉજવણી

 રાજકોટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના યંગ સીએ બીલોવ ૩૦ વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે દિવાળી ની ઉજવણી કરવામાં આવી. ફાઉન્ડેશન દ્વારા ૪૧ જીવોને પાંજરાપોળ માં અભયદાન આપવામાં આવ્યું. ૪૦૦ ફૂડ પેકેટ્સ,૪૦૦ લાડુઓ, ૨૦૦ જેટલી ખીચડી ના પેકેટ્સ તેમજ ૧૦૦ બ્લેન્કેટસ ગરીબોને વહેંચવામાં આવ્યા. આ ઉમદા કાર્યો માં ફાઉન્ડેશન ના  સીએ ફેનીલ મહેતા, સીએ પારસ શેઠ, સીએ ચિરાગ ઉદાણિ,સીએ વીરેન દોશી, સીએ જીનલ મહેતા, સીએ સની મહેતા,સીએ પ્રિત દોશી,સીએ અર્જુન સાદરાણી, સીએ રૂષિત શાહ, સીએ જયદીપ રાયકંગોર, સીએ બેલા મહેતા, સીએ હેમલ રાજપરા, સીએ દુષ્યંત અઢિયા, સીએ મેઘા ભટ્ટ, સીએ પૂજા શાહ, સીએ નિકુંજ કડેચા, સીએ મિરલ રાણપરા, સીએ ટ્વિકલ શાહ, સીએ અજય મારુ, સીએ જય કાથરાણી,સીએ સમીર ગણાત્રા, સીએ જયકીશન રાણપરા,સીએ મૌલિક મહેતા, સીએ શિવાની રાયજાદા,સીએ જયદીપ ગજ્જર, સીએ હર્ષિલ ટોળીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:49 pm IST)