Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સ્પીડવેલ ચોકથી નવા રીંગ રોડ સુધી વિવિધ વિકાસ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧ માં રૂ.૩.૪૬ કરોડના ખર્ચે સ્પીડવેલ ચોક થી નવા રીંગ રોડ સુધી પેવર રોડ તથા સ્ટોર્મ વોટર RCC MP3 પાઈપ લાઈન, ૨૪-મીટર રોડ ડેવલોપ, પાર્કિગ સ્પેસ, ફૂટપાથ બનાવવાનું ખાતમુહૂર્ત મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શિતા શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, લીલુબેન જાદવ, ભારતીબેન પાડલીયા, રાણાભાઈ સાગઠીયા, ૭૧-રાજકોટ વિધાનસભા ઈ.ચાર્જ રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૧ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી સંજયભાઈ બોરીચા, હરસુખભાઈ માંકડીયા, પ્રવિણભાઈ પાઘડાર, પ્રવિણભાઈ ઠુમર, અમિતભાઈ બોરીચા, જીતેન્દ્રભાઈ ઘેટીયા, પ્રિતેશભાઈ ભુવા, સંજયભાઈ દવે, વિજયભાઈ વાંક, ફર્નાન્ડીઝભાઈ પાડલીયા, વિજય કોરાટ, લક્ષ્મણભાઈ હરસોરા, ગોવિંદભાઈ વિરડીયા, રાજેશભાઈ રાઠોડ, વેલાભાઈ ગમારા, વિનુભાઈ શિંગાળા, કાનાભાઈ ભરવાડ, અસ્મિતાબેન જાદવ તથા અંબિકા ટાઉનશીપના લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ પેવર રોડ કુલ ૧૧૦૦ મીટરની લંબાઈ ધરાવે છે આ ઉપરાંત ૧૫મી. કેરેજ વીડથ ડકટ લાઈન, ૨.૦+૨.૦મી.ની ફૂટપાથ, ૨.૫ + ૨.૫ પાર્કિંગ સ્પેસ, સ્ટોર્મ વોટર- RCC MP3 પાઈપ લાઈન તેમજ ૨૪ મીટર પહોળાઈ ધરાવે છે.

(3:43 pm IST)