Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ખાતે કાલથી સ્મૃતિ સંકલ્પ મહોત્સવ-શ્રીમદ્દ ભાગવત્ જ્ઞાનયજ્ઞ

પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ આશિર્વચન પાઠવશેઃ સંતો અને હરિભકતો ધર્મોત્સવનો લાભ લેશે

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર (બોરડીવાળુ મંદિર) ખાતે વડતાલવાસી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદથી જૂનાગઢવાસી શ્રી રાધારમણદેવ દેશમાં, અ.મૂ. યોગીવર્ય શ્રી ગોપાળાનંદસ્વામીના વચનોથી રાજકોટમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણદેવના સાનિધ્યમાં સદ્ગુરૂ શ્રી નારાયણદાસ સ્વામીની પરંપરામાં, નિસ્પૃહિ સંત અ.ની. સદ્ગુરૂ પુરાણી સ્વામી શ્રી વાસુદેવપ્રસાદદાસજીની સ્મૃતિમાં અ.ની. કોઠારી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (બોસ સ્વામી) તથા અ.ની. સ્વામી શ્રી દેવપ્રકાશદાસજીના સંકલ્પથી પ.પૂ. સદ્ગુરૂ કોઠારી સ્વામી શ્રી હરિચરણદાસજીના અધ્યક્ષ પદે કાલે તા. ૧૨થી તા. ૧૮ સુધી પૂ. સદ્ગુરૂ શ્રી વાસુદેવપ્રસાદદાસજી સ્વામી સ્મૃતિ સંકલ્પ મહોત્સવનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.

મહોત્સવનો પ્રારંભ કાલે સવારે ૯ વાગ્યાથી થશે. જેમાં શ્રી બાલાજી હનુમાનજી મંદિરથી પોથીયાત્રાનો પ્રારંભ થશે અને શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરે પોથીયાત્રા જશે. સવારે ૧૦ વાગ્યે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું આગમન થશે અને આશિર્વચન પાઠવશે. આ ઉપરાંત અન્ય સંતો પણ હાજરી આપશે.

તા. ૧૪ને રવિવારે સવારે ૭.૩૦થી ૮.૩૦ સુધી મહાપૂજાનું આયોજન કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી (બાલાજી મંદિર)ની અધ્યક્ષતામાં યોજાશે. તા. ૧૫ને સોમવારે શ્રીરામ જન્મોત્સવ બપોરે ૧૨ વાગ્યે અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ સાંજે ૬.૩૦ વાગ્યે યોજાશે. તા. ૧૭ને બુધવારે સાંજે ૭ વાગ્યે શ્રી રૂક્ષ્મણી વિવાહ યોજાશે. જ્યારે ૧૮ને ગુરૂવારે બપોરે ૧૧.૩૦ વાગ્યે કથા વિરામ લેશે. કથાનું લાઈવ પ્રસારણ જી.ટી.પી.એલ. કથા ચેનલ ઉપરથી કરવામાં આવશે.

શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહના વ્યાસાસને મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી (જામજોધપુરવાળા) બિરાજીને કથાનું રસપાન સવારે ૮.૩૦થી બપોરે ૧૧.૩૦ અને સાંજે ૩.૩૦ થી ૬.૩૦ સુધી કરાવશે.

ભાવિકોને ધર્મોત્સવનો લાભ લેવા પરમ પૂ. કોઠારી સ્વામી હરિચરણદાસજી, વકતા શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી, આયોજક પૂજારી સ્વામી શ્રી ભકતવત્સલદાસજીએ આમંત્રણ પાઠવ્યુ છે.

આઝાદી કા અમૃત મહોત્સવઃ જીલ્લામાં 'એકતા રથ' ફરશેઃ કાલે નિરામય ગુજરાત અંગે ગોંડલમાં મહત્વનો કાર્યક્રમ...શનિવારે સંભવતઃ મુખ્યમંત્રી રાજકોટમાં

કલેકટરે પત્રકારોને જણાવેલ કે આગામી દિવસ રાજકોટ શહેર-જીલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'એકતા રથ' ફરશેઃ રૂરલ ડેવલપમેન્ટ તથા પાલિકા ક્ષેત્રમાં રેલી, મંત્રીઓ, પદાધિકારીઓની હાજરીમાં કાર્યક્રમોઃ કાલે ગોંડલ ખાતે નિરામય ગુજરાત અંતર્ગત સમારંભઃ મંત્રીશ્રી અરવિંદ રૈયાણીની ખાસ ઉપસ્થિતિઃ શનિવારે મુખ્યમંત્રી રાજકોટ આવે તેવી શકયતાઃ તંત્ર દ્વારા તૈયારીઓ

(3:21 pm IST)