Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

નાના મવા આવાસના કવાર્ટરમાં જૂના ઝઘડાનો ખાર રાખી ભીખુભાઇ પર હુમલો

પરેશ મકવાણા અને રવી સોલંકી સામે ગુનો

રાજકોટ તા. ૧૧ : નાનામવા રોડ પર આવાસ યોજનાના કવાર્ટરમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી યુવાન પર બે શખ્સોએ પાઇપથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નાનામવા આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨૯ કવાર્ટર નં. ૯૦૪માં રહેતા ભીખુભાઇ નારણભાઇ ઉનેવાળ (ઉ.વ.૩૭)એ તાલુકા પોલીસ મથકમાં પરેશ મકવાણા અને રવી સામે ફરિયાદ નોંધાવી છે. ભીખુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે દરજીકામ કરે છે. ગઇકાલે પોતે ઘરે હતા ત્યારે અગાઉ કવાર્ટરમાં રહેતો પરેશ મકવાણા સાથે ઝઘડો થયો હોઇ, તે પરેશ મકવાણા અને માસીયાઇ ભાઇ રવી બંને અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ઘરે આવી ગાળો આપતા પોતે તેને ગાળો આપવાની ના પાડતા રવિ સોલંકીએ ઉશ્કેરાઇને લોખંડના પાઇપ અને પરેશે છરી વડે હુમલો કરતા બંને પગે અને હાથના ભાગે ઇજા કરી હતી. દેકારો બોલતા પોતાના ભાઇ મુકેશભાઇ આવી જતા બંને ભાગી ગયા હતા. બાદ પોતાને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.એમ.રાઠવા સહિતે હોસ્પિટલે પહોંચી ભીખુભાઇની ફરિયાદ પરથી પરેશ મકવાણા અને રવિ સોલંકી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:57 pm IST)