Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

પશુઓને કૃત્રિમ પગ બેસાડવાની યોજના : પશુ-પક્ષીઓ માટે સરકાર એમ્બ્યુલન્સ સેવા આપશે : રૂપાલા

કેન્દ્રીય પશુપાલનમંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ રાજકોટમાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેવા કેન્દ્રની મુલાકાત લઇ પશુઓને કૃત્રિમ પગ બેસાડવાની જાણકારી મેળવેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા. ૧૧: ભાઈબીજનાં દિવસે ભારત સરકારનાં કેન્દ્રીય પશુપાલન મંત્રી મા.પરશોતમભાઈ રૂપાલાએ ભારત સરકાર દ્વારા 'શ્રેષ્ઠ જીવદયા સંસ્થા' એવોર્ડ વિજેતા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ(એનિમલ હેલ્પલાઇન,રાજકોટ) સંચાલિત શેલ્ટર/હોસ્પિટલની દીર્દ્ય મુલાકાત લીધી હતી.અકસ્માત,અવસ્થા,બીમારી કે અન્ય કારણોસર અપંગ બનેલાં ગૌ વંશ,ગાય તેમ જ અન્ય પશુઓને કુત્રિમ પગ બેસાડવાનાં મેગા,નિઃશુલ્ક જીવદયા પ્રોજેકટનું નિરીક્ષણ રૂપાલાજી એ કરી પ્રસન્નતા વ્યકત કરી હતી.આગામી સમયમાં ૧૦૮ ની રાહે પશુ/પક્ષીઓ માટે પણ દેશવ્યાપી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ ભારત સરકાર ઉપલબ્ધ કરાવશે તેમ રૂપાલાજીએ જણાવ્યું હતું.

સંસ્થા વતી રૂપાલાનું અભિવાદન એનિમલ વેલ્ફેર બોર્ડનાં મેમ્બર અને સંસ્થાનાં પ્રમુખ મિત્ત્।લ ખેતાણી,ભાજપ અગ્રણી મનીષ ભટ્ટે કર્યું.સાફો પહેરાવી રૂપાલાજીનું રમેશભાઇ ઠક્કર,પ્રતીક સંદ્યાણી,એડવોકેટ કમલેશભાઈ શાહે સ્વાગત કર્યું. ભાજપ અગ્રણી દિનેશભાઇ અમૃતિયા,યુવા આગેવાન આનંદ અમૃતિયાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે વિરાભાઈ હૂંબલ,રાજેનભાઈ વેલાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા.રાજયસભાનાં સાંસદ રામભાઈ મોકરિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી. રૂપાલાએ સંસ્થાનાં જીવદયા પ્રેમી ડોકટર્સ ડો.નિકુંજ પીપળીયા,ડો.દીપ સોજીત્રા અને ૨૪ કલાક,૩૬૫ દિવસ સેવારત ૫૨ ક ર્મયોગી કર્મચારીઓની ટીમને શુભકામના પાઠવી હતી.

(10:45 am IST)