Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સરકારી આવાસો અને ગરીબોને ફાળવેલા આવાસોમાં લે-ભાગુઓનો કબ્જોઃ કલેકટરને ફરિયાદ

વર્ષોથી આવા ગેરકાયદે કબ્જા છે છતાં ભૂ-માફીયા ધારા હેઠળ શા માટે પગલા નહીં? જીવદયા પ્રેમી અલ્તાફ ચિચોદરાની રજુઆત

રાજકોટ તા. ૧૧: શહેરનાં સરકારી આવાસો ત્થા સરકારે ગરીબોને ફાળવેલા આવાસોમાં કેટલાક લે-ભાગુ઼ઓ ગેરકાયદે કબ્જો જમાવીને બેઠા છે તેઓની સામે ભૂ-માફીયા ધારા હેઠળ પગલા લેવડાવવા અને આ બાબતે તપાસ કરાવવા જીવદયા પ્રેમી અલ્તાફભાઇ ચિચદિરાએ જીલ્લા કલેકટરને સ્વાગત કાર્યક્રમમાં ફીરયાદ કરી છે.

આ ફરિયાદમાં તેઓએ આક્ષેપો સાથે જણાવ્યું છે કે, હાઉસીંગ બોર્ડ, રૂડા, મહાનગર પાલીકા, સરકારી આવાસ જે કર્મચારીઓને મદદરૂપ થવા માટે તથા પ્રજાજનોને મદદરૂપ થવા માટે બનાવવામાં આવેલ છે. જે એલોટ થયેલ મકાનોમાં લે ભાગુ તત્વો રહેતા હોય તેવી હકીકતો જગ જાહેર છે. માથાભારે શખ્સો કબ્જો ધરાવતા હોય તેઓ સામે ભુ-માફીયા ધારા હેઠળ શા કારણોસર પગલા નથી લેવાતા? આમ હવે હાઉસીંગ બોર્ડ, રૂડા, મ.ન.પા. દ્વારા ગરીબો માટે જ ે આવાસો બનાવાયા છ ે તેમાં તપાસ કરાવી ઘુસણખોરી કરનારા સામે ભૂ-માફિયા ધારા હેઠળ પગલા લેવડાવવા જરૂરી છે. 

(2:54 pm IST)