Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

શિક્ષક દિને પાંચ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

વિવેકાનંદ યુથ કલબ દ્વારા શિક્ષક દિન નિમિતે શહેરની શાન સમા કર્મનિષ્ઠ પાંચ શિક્ષક ભાઇઓ-બહેનો સંગીતાબેન પંડીત (કોઠારીયા પ્રાથમિક શાળા) મધુબેન વીરડીયા (શાળા નંબર ૯૪) નિલમબેન પરમાર (શાળા નંબર ૬૬) શ્વેતાબેન જોષી (શાળા નંબર ૯૬) ભરતભાઇ જગાતીયા (તીરૂપતી પ્રાથમિક શાળા)નો શ્રેષ્ઠ શિક્ષણ સન્માન સમારંભ દરેકની સ્કૂલમાં રૂબરૂ જઇને કોઇ પ્રકારનો જાહેર સમારંભ યોજયા વગર માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પૂર્ણ પાલન કરીને યોજવામાં આવેલ.  દરેક ગુરૂજનોનું સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સર્જક નટવર આહલપરા, બ્રહ્મ સમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવિણભાઇ નિમાવતના હસ્તે કુમકુમ તિલક, શ્રીફળ, સાકરનો પડો, ખેસ પહેરાવી, પુસ્તક, સ્મૃતિભેટ વિવેકાનંદજીનો ફોટો, શીલ્ડ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત રીતે કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, દિનેશભાઇ ગોવાણી, પરિમલભાઇ જોષી, ડો. હાર્દિક દોશી વગેરે કાર્યરત રહેલ.

(2:44 pm IST)