Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સૂર્યા પાર્કમાં પિતાના વિયોગમાં ફોર્મી કાનાણીની ઝેરી દવા પી આત્મહત્યા

એપ્રિલમાં પિતાનું કેન્સરથી મૃત્યુ થયા બાદ સતત શોકમાં હતીઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: અમીન માર્ગ પર દેનાબેંક સોસાયટી પાસે સૂર્યા પાર્ક-૧ બ્લોક નં. ૭માં રહેતી ફોર્મી હસમુખભાઇ કાનાણી (ઉ.વ.૨૫) નામની પટેલ યુવતિએ  ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ફોર્મીએ ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યે ઘરે ઘઉંમાં રાખવાની દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઇ બી. બી. રાણા અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ફોર્મી એક ભાઇથી મોટી હતી. તેના પિતાનું ગત એપ્રિલ મહિનામાં કેન્સરથી મૃત્યુ થયું હતું. ત્યારથી તે સતત પિતાના વિયોગમાં રહેતી હતી. આ કારણે તેણે ગઇકાલે ઝેરી દવા પી લીધી હતી.

(12:50 pm IST)